Sanjay Dutt on KGF 2: બોલિવૂડ સ્ટાર સંજય દત્તે (Sanjay Dutt) શનિવારે કહ્યું હતું કે ફિલ્મમાં તેનું પાત્ર 'અધીરા' કેવી રીતે આવ્યું તેનો શ્રેય સંપૂર્ણ રીતે નિર્દેશક પ્રશાંત નીલને જાય છે.


બોલિવૂડ સ્ટાર સંજય દત્તે (Sanjay Dutt)  શનિવારે કહ્યું હતું કે KGF ચેપ્ટર 2 ફિલ્મમાં તેનું પાત્ર 'અધીરા' કેવી રીતે આવ્યું તેનો શ્રેય સંપૂર્ણ રીતે નિર્દેશક પ્રશાંત નીલને જાય છે. જણાવી દઈએ કે ડાયરેક્ટર પ્રશાંત નીલની ઓલ ઈન્ડિયા બ્લોકબસ્ટર 'KGF: ચેપ્ટર 2'ની ચારે બાજુથી પ્રશંસા થઈ રહી છે.


ઇન્ટ્રાગ્રામ  પર સંજય દત્તે  (Sanjay Dutt)  એક પોસ્ટ કરી જેમાં લખ્યું હતું કે, "હંમેશા કેટલીક ફિલ્મો એવી હશે જે અન્ય કરતા વિશેષ હશે. દરેક સમયે, હું એક એવી મૂવી શોધું છું જે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લઈ જાય. મને મારી પોતાની ક્ષમતાની યાદ અપાવી. અને તેના વિશે કંઈક એવું લાગ્યું કે, હું તેની સાથે આનંદ લઇ શકું છું."




તેણે કહ્યું, "આ ફિલ્મે મને અહેસાસ કરાવ્યો કે સિનેમા શા માટે જુસ્સાની ઉપજ છે." તેણે કહ્યું, "મારા દિગ્દર્શક પ્રશાંત નીલે મને ભયાનક 'અધીરા'નું વિઝન આપ્યું  હતું. મારી ભૂમિકા કેવી રીતે બની તેનો શ્રેય સંપૂર્ણપણે પ્રશાંતને જાય છે. કેપ્ટન તરીકે તે તેનું સપનું છે જે આપણે બધા પડદા પર જોઈએ છીએ."


તેણે વધુમાં ઉમેર્યું, "આ ફિલ્મ મને હંમેશા યાદ અપાવે છે કે જીવનમાં દરેક વખતે આશ્ચર્ય થાય છે, તમારી પાસે તેના કરતા વધુ સારું કરવાની ક્ષમતા છે. મારા ચાહકો, પરિવાર અને શુભેચ્છકોને ઘણો પ્રેમ. તેઓ બધા મારી શક્તિના સ્તંભ છે. "


'KGF: ચેપ્ટર 2' ફિલ્મ અસાધારણ હિટ રહી છે, જેમાં યશ મુખ્ય ભૂમિકામાં છે અને રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે.