વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સતત સિનેમાને ‘સોફ્ટ પાવર’ના રૂપમાં મહત્વ આપ્યું છે અને ફિલ્મ ઉદ્યોગને પોતાનું સમર્થન આપ્યું છે. આજે ભારતીય ફિલ્મો વૈશ્વિક દર્શકોને આકર્ષિત કરી રહી છે અને વિશ્વભરમાં અસાધારણ પ્રશંસા મેળવી રહી છે. છત્રપતિ સંભાજીનગર ખાતે 10મા અજંતા ઇલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (AIFF) ની મુલાકાત દરમિયાન ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજૂએ આ વાત કહી હતી.
સચિવ સંજય જાજૂ શરૂઆતમાં 15 જાન્યુઆરીએ મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાના હતા પરંતુ કોઇ કારણોસર તેઓએ પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડ્યો હતો. જોકે, તેઓએ આગામી દિવસે મહોત્સવમાં હાજરી આપી હતી અને આયોજકો અને દર્શકો સાથે વાતચીત કરી હતી. મહોત્સવમાં અનેક પ્રતિષ્ઠિત લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. જેમાં એઆઇએફએફના માનદ અધ્યક્ષ અને પ્રશંસનીય ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારીકર, આયોજન સમિતિના અધ્યક્ષ નંદકિશોર કાગલીવાલ, મહોત્સવ નિર્દેશક સુનીલ સુકથાંકર, કલાત્મક નિર્દેશક ચંદ્રકાંત કુલકર્ણી, સર્જનાત્મક નિર્દેશકો જયપ્રદ દેસાઈ, જ્ઞાનેશ ઝોટિંગ, શિવ કદમ અને સંયોજક નિલેશ રાઉત સામેલ હતા.
ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પર પ્રતિબિંબ પાડતા સચિવ સંજયે એ વાત પર ભાર મુક્યો હતો કે સિનેમા પ્રાચીન નાટ્સ શાસ્ત્રથી કળા, નાટક, નૃત્ય અને સંગીતની ભારતના લાંબા અને સમૃદ્ધ વારસામાં એક આધુનિકતાને જોડ્યું છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય સચિવનો કાર્યભાર સંભાળ્યાને મને એક વર્ષ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન છત્રપતિ સંભાજીનગર જેવા પ્રદેશો અને એઆઇએફએફ જેવા તહેવારોમાં સાંસ્કૃતિક જીવંતતા અને સિનેમેટિક વિવિધતા જોવી ખરેખર પ્રેરણાદાયક છે. આ ઉત્સવને સ્થાપિત કરવા માટે સ્થાનિક સમુદાયોના સામૂહિક પ્રયાસો ખૂબ પ્રશંસાને પાત્ર છે.
જાજૂએ ઉત્સવમાં હાજરી આપવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે આશુતોષ ગોવારીકર દ્વારા આયોજીત એક માસ્ટરક્લાસમાં પણ હાજરી આપી હતી અને આંતરદૃષ્ટિ અને વાર્તાલાપથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે ઉપસ્થિત લોકોને આશ્વાસન આપ્યું હતું કે ભારત સરકાર AIFF જેવી નવીન પહેલોને સંપૂર્ણ સમર્થન આપશે, જે તેમની વિશિષ્ટતા માટે અલગ છે. "કેન્દ્ર સરકાર આવા અસાધારણ પ્રયાસોને પોષવા અને ભવિષ્યમાં તેમના વિકાસને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.