હરિયાણવી સિંગર અને ડાન્સરે તેમના કારર્કિદીની શરૂઆત સ્ટેજ શો  જ કરી હતી. તે તેમના બિનદાસ્ત અંદાજને કારણે ખૂબ જ લોકપ્રિય છે. તેમના સ્ટેજ શોમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ જામે છે. હાલ તે આલ્બમમાં પણ કામ કરી રહી છે. હાલ તે એક સ્ટેજ શો દરમિયાન ડાન્સ કરતા-કરતા સ્ટેજ પર પડી ગઇ. આ વીડિયો વાયરલ થયો છે સપના ચૌધરી એક સ્ટેજ શો કરી રહી હતી. ગ્રીન ડ્રેસમાં તે સ્ટેજ પર ડાન્સ મસ્તીમાં લીન હતી. જો કે આ સમયે એક ડાન્સ સ્ટેપ કરતા પડી ગઇ હતી. એક ડાન્સ સ્ટેપ દરમિયાન તેમણે બેલેન્સ ગુમાવ્યું હતું અને સ્ટેજ પર જ પડી ગઇ હતી. જો કે તેમણે પોતાની જાતને બહુ જલ્દી સંભાળી લીધી અને ફરી ડાન્સની ધૂનમાં લીન થઇ ગઇ. નવું સોન્ગ 20 જાન્યુઆરીએ થશે રિલીઝ ડાન્સર સપના ચૌઘરીનું નવું સોન્ગ  લોરી બહુ જલ્દી એટલે 20 જાન્યુઆરી યૂટ્યૂબ પર રિલીઝ થવાનું છે. 20 જાન્યુઆરીએ તેમની યૂટ્યૂબ ચેનલ પણ રિલીઝ થવા જઇ રહી છે. આ યૂટ્યુબ ચેનલ પર તે તેમના સોન્ગ અપલોડ કરશે.