દેશી ક્વીન સપના ચૌધરીને કોઈ ઓળખાણની જરુર નથી. પોતાના ડાન્સથી સપના ચૌધરી ઘણી જાણીતી છે. હાલ સપનાના આ જ ટેલેન્ટ અને ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સપના ચૌધરીએ પોતાના પેટની સર્જરી કરાવ્યાના 10 દિવસ બાદ ફરીથી સ્ટેજ પર પહોંચી ગઈ હતી અને હોળીના તહેવારની ઉજવણીમાં સપનાએ ડાન્સ કર્યો હતો. આ વાતથી એ સાબિત થઈ ગયું છે કે, કામને લઈને તેના મનમાં કેટલી ઈજ્જત છે. હાલમાં જ સપના ચૌધરીએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે યેલો સૂટ પહેરીને મિનિસ્ટર સોન્ગ પર ડાન્સ કરતી દેખાઈ રહી છે.


સપાનએ આ વીડિયો શેર કર્યાના થોડા જ કલાકોમાં 50 હજારથી વધુ લોકોએ આ વીડિયોને જોયો હતો. હોળીના પરફોર્મન્સનો આ વીડિયો સપનાએ હવે શેર કર્યો છે. સપના આ વીડિયોમાં યેલો સુટ પહેરીને નાચી રહી છે અને તેમાં તે ઘણી સુંદર લાગી રહી છે. એક વાર ફરીથી પોતાના ડાન્સ મુવ્સથી સપનાએ પોતાના ચાહકોના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા યુઝર્સ કમેન્ટ કરીને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. આ પહેલીવાર નથી કે, જ્યારે સપનાના કોઈ ડાન્સ પર્ફોરમન્સને તેના ચાહકોએ પસંદ કર્યો હોય. સપનાના દરેક ડાન્સ પર ચાહકો આ રીતે જ પ્રેમ આપે છે. તે જ્યારે પણ સ્ટેજ પર આવે છે ત્યારે ડાન્સથી આગ લગાવી દે છે. 






આ પહેલાં સપના ચૌધરીએ વીડિયો શેર કરીને જણાવ્યું હતું  કે, બે દિવસ પહેલાં જ સર્જરીના સ્ટિચેજ્સ (ટાંકા) દૂર કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં તે વધારે પ્રેશર નથી લગાવી શકતી. સપનાએ આગળ વાત કરતાં જણાવ્યું કે, જો તે ડાન્સ પર્ફોરમન્સમાં ના આવી હોત તો આયજકોને ઘણું નુકસાન થયું હોત, તમારુ દિલ ટુટી જાત. આ પછી વીડિયોમાં આગળ સપના હસતા-હસતા કહે છે કે, જો તે ના આવી હોત તો આયોજકો તેના ઉપર કેસ પણ કરી શકતા હતા અને કહેતા કે મેડમ ફ્રોડ છે.