Satish Kaushik Birth Anniversary: સતીશ કૌશિકની બર્થ એનિવર્સરી પર  તેમના મિત્ર અને બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે એક ખાસ વીડિયો સાથે એક ઈમોશનલ નોટ શેર કરી છે.


અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે તેના મિત્ર સતીશ કૌશિકની બર્થ એનિવર્સરી પર ર એક ખાસ પોસ્ટ શેર કરી છે. અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતીશ કૌશિક સાથેની જૂની યાદોનો એક વીડિયો શેર કર્યો છે. સતીશ કૌશિકનું માર્ચમાં દિલ્હીમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.


સતીશ કૌશિકની જન્મજયંતિ પર અનુપમ ખેરની પોસ્ટ


અનુપમ ખેરે વિડિયોની સાથે પોતાના મિત્ર માટે એક ઈમોશનલ નોટ પણ લખી છે કે આજે તે પોતાનો જન્મદિવસ શાનદાર રીતે ઉજવવાનો પ્રયાસ કરશે. દિવંગત અભિનેતા આજે 67 વર્ષના થયા હોત.  અનુપમ ખેરના આ વીડિયોમાં તેમના અલગ-અલગ પ્રસંગોની તસવીરો  શેર કરી છે. આ તસવીરમાં અનિલ કપૂર પણ જોવા મળી રહ્યો છે. ત્રણેય કલાકારો સાથે ઘણો સમય વિતાવતા હતા અને ઘણીવાર ડિનર માટે પણ મળતા હતા.




સતીશ કૌશિકનું હાર્ટ એટેકના કારણે થયું નિધન


અનુપમ ખેરે વીડિયો સાથેની નોટમાં લખ્યું છે, 'મારા પ્રિય મિત્ર સતીશ કૌશિક! તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આજે, વૈશાખીના  દિવસે, તમે 67 વર્ષના થયા હોત. પરંતુ તમારા જીવનના 48 વર્ષ સુધી, મને તમારો જન્મદિવસ ઉજવવાનો લહાવો મળ્યો. તેથી મેં નક્કી કર્યું છે કે આજે સાંજે અમે તમારા જન્મદિવસને અદ્ભુત રીતે ઉજવવાનો પ્રયાસ કરીશું! શશિ અને વંશિકા સાથે સીટ ખાલી રહેશે. મારા મિત્રો આવો અને અમને ઉજવતા જુઓ.'


અનુપમ ખેરના આ વિડીયો બાદથી ફેન્સ તેના પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક પ્રશંસકે કમેન્ટ કરી, 'ઓહ, આનાથી હું ખૂબ જ ભાવુક થઈ ગયો.. એ વાત સાચી છે કે જીવન સમાપ્ત થઈ જાય છે પણ મિત્રતા ક્યારેય ખતમ થતી નથી. ભગવાન તેમના પરિવાર અને નજીકના મિત્રોને શક્તિ આપે. અન્ય એક પ્રશંસકે લખ્યું, 'આવા મિત્રો ભાગ્યે જ મળે છે...' અભિનેત્રી ઇલા અરુણે કોમેન્ટ કરતી વખતે પોસ્ટ પર હાર્ટનું ઇમોજી શેર કર્યું છે.


તમને જણાવી દઈએ કે, અનુપમ ખેર પહેલા વ્યક્તિ હતા જેમણે સતીશ કૌશિકના અકાળે અવસાન વિશે માહિતી આપી હતી. તેની સાથે એક તસવીર શેર કરતા તેણે લખ્યું, 'હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે! પરંતુ મારા સૌથી વધુ નિકટના મિત્ર વિશે મેં  સપનામાંય ન હતું  વિચાર્યું કે  હું મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિક વિશે આવું  લખીશ. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ!! તારા વિના જીવન ક્યારેય હવે પહેલા જેવું તો નહિ જ થાય.  સતીશ! ઓમ શાંતિ