Sooryavansham  Actress Soundarya Death: જ્યારે ફિલ્મ સૂર્યવંશમ રિલીઝ થઈ હતી.  ત્યારે તે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતીપરંતુ આજના સમયમાં આ ફિલ્મની ગણતરી બૉલીવુડની સૌથી લોકપ્રિય ફિલ્મોમાં થાય છે. આ ફિલ્મ ટીવી પર એટલી વાર ટેલિકાસ્ટ થઈ છે કે તે એક રેકોર્ડ બની ગઈ છે. આ ફિલ્મના દ્રશ્યો અને સંવાદોનો સોશિયલ મીડિયા પર મીમ્સ તરીકે વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજી તરફ જો ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મને પસંદ કરનારા લોકોની સંખ્યા મોટી છે. આ ફિલ્મમાં સાઉથની અભિનેત્રી સૌંદર્યાએ અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરી હતી. આજે અમે તમને આ ફિલ્મ અને સૌંદર્યા સાથે જોડાયેલી એક દર્દનાક અને સનસનાટીભરી વાત જણાવીશું.


કારકિર્દીમાં 100થી વધુ ફિલ્મો


આ ફિલ્મ રિલીઝ થયાના માત્ર પાંચ વર્ષમાં જ અભિનેત્રી સૌંદર્યાનું અવસાન થયું હતું. કન્નડ ફિલ્મથી મોટા પડદા પર પોતાના કરિયરની શરૂઆત કરનાર સૌંદર્યા MBBS ડોક્ટર પણ હતી. સૌંદર્યાનું સાચું નામ સૌમ્યા સત્યનારાયણ હતું અને વર્ષ 1999માં તેણે અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ સૂર્યવંશમથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. મહત્વની વાત એ છે કે તેના 12 વર્ષના ફિલ્મી કરિયરમાં સૌંદર્યાએ 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ સૂર્યવંશમ પછી તેણે ફરી બોલિવૂડ તરફ જોયું નહી.


હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ


સૌંદર્યા એક એવી અભિનેત્રી હતી જેણે તેની ટૂંકી કારકિર્દી દરમિયાન પાંચ ભાષાઓ તમિલમલયાલમતેલુગુકન્નડ અને હિન્દીની ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવીને ઓળખ મેળવી હતી. 2003માં તેની કારકિર્દીની ઊંચાઈ દરમિયાન તેણે બાળપણના મિત્ર જીએસ રઘુ સાથે લગ્ન કર્યા. પરંતુ એક અત્યંત દર્દનાક હવાઈ અકસ્માતમાં માત્ર 31 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. હકીકતમાં વર્ષ 2004માં એક રાજકીય રેલીમાં ભાગ લેવા જઈ રહેલું સૌંદર્યનું હેલિકોપ્ટર ટેકઓફ કર્યાના થોડા સમય બાદ જ ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માતમાં સૌંદર્યાતેનો ભાઈ અને અન્ય બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત સમયે સૌંદર્યા ગર્ભવતી હતી.


એવું કહેવાય છે કે જ્યારે સૌંદર્યાનો જન્મ થયો હતો ત્યારે એક જ્યોતિષીએ તેની નાની ઉંમરમાં આવા મૃત્યુની આગાહી કરી હતી. આ અંગે તેમના માતા-પિતાએ હવન પૂજન અને અન્ય અનેક ઉપાયો કર્યા હતા. પરંતુ જે બન્યું તેનું દર્દનાક સત્ય ટાળી શકાયું નહીં.