Pics: કાંસ 2018ના રેડ કાર્પેટ પર જોવા મળી ઐશ્વર્યા રાય બચ્ચન, લાગી એકદમ હોટ
પરંતુ આ સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો બધાંને બહુ જ રાહ જોઈને બેઠા હતાં. ઐશ્વર્યા રાય બચ્ચને પણ પોતાના ચાહકોને નિરાશ નહોતા કર્યાં. તેણે બહુ જ ખુસસુરત ડ્રેસમાં કાંસના રેડ કાર્પેટ પર એન્ટ્રી મારી હતી.
આ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે ઐશ્વર્યાથી પહેલા પણ બોલિવૂડ અભિનેત્રીઓ રેડ કાર્પેટ પર જોવા મળી હતી. અભિનેત્રી દીપિકા પાદુકોણ, હુમા કુરૈશી અને કંગના રનૌત પહેલાથી જ કાંસમાં પોતાની હાજરીને લઈને ચર્ચામાં રહી હતી.
ઐશ્વર્યા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની પુત્રી આરાધ્યાને લઈને પહોંચી હતી. આ દરમિયાન આરાધ્યા પણ લાલ રંગના ગાઉનમાં જોવા મળી હતી જે બહુ જ ક્યુટ લાગતી હતી.
રેટ કાર્પેટ પર પોતાની છાપ છોડવા માટે ઐશ્વર્યાએ પર્પલ કલરનો બહુ જ ખુબસુરત ગાઉનની પસંદગી કરી હતી. પર્પલ કલરના ગાઉનમાં ઐશ્વર્યા બહુ જ ખુબસુરત લાગી રહી હતી. આ દરમિયાન તેના વાળ ખુલ્લા હતા જેના કારણે તે બહુ જ હોટ લાગી રહી હતી.
ઐશ્વર્યાનો આ લુક લોકોને પસંદ આવી રહ્યો છે. ડ્રેસમાં ગાઉનની સાથે ત્રણ મીટર લાંબી કેપ અટેચ હતી, જેના પર સિલ્ક થ્રેડથી કારીગરી કરવામા આવી હતી. મિશેલ સિનકોના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ આ ડ્રેસની કેપને તૈયાર કરવામા 1000 કલાક લાગ્યા. આમાં પૂરું કામ હેન્ડ વર્ક થ્રેડ અને સ્વારોસ્કી ક્રિસ્ટલથી કરવામા આવ્યું છે.
12મી મેના રોજ ઐશ્વર્યા બ્લૂ કલરના ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી. અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તાજેતરમાં કાન્સ ફેસ્ટિવલમાં પોતાની પોતાની સુંદરતા અને અદાઓથી સૌ કોઇનું ધ્યાન ખેંચી રહી છે.
જે લોકો આતુરતાથી જેની રાહા જોઈને બેઠા હતા તે સમય આખરે આવી ગયો. બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને કાંસ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. જેમાં તે બહુ જ હોટ લાગી રહી હતી. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચનની સાથે તેની પુત્રી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી.