કપિલ શર્મા-ગિન્નીનું મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનમાં TV-બોલિવૂડની કઈ-કઈ હસ્તીઓ આવી, જાણો વિગત

કપિલની ઓનસ્ક્રિન વાઈફ સુમોના ચક્રવર્તી, ટીવીની ચંદ્રમુખી ચૌટાલા, અર્ચના પુરન સિંહ સહિતના સેલેબ્સ સામેલ થયા હતા. આ ઉપરાંત કપિલના રિસેપ્શનમાં જ્હોની લિવર પુત્રી સાથે, બપ્પી લહેરી પત્ની સાથે, ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર તથા તુષાર કપૂર, ભારતી સિંહ-હર્ષ લિમ્બાચિયા, બોની કપૂર, વત્સલ સેઠ-ઈસિતા દત્તા, મંજરી ફડણીસ, રાજુ શ્રીવાસ્તવ અને કપિલના અન્ય કોમેડિયન મિત્રો તથા બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા.
કપિલના રિસેપ્શનમાં બોલિવૂડ એક્ટર મનોજ વાજપેઈ, સિંગર કૈલાશ ખેર, અનિલ કપૂર અને સાયના નેહવાલ પણ સામેલ થયા હતાં. આ રિસેપ્શનમાં સોહેલ ખાન પિતા સલીમ ખાન, રાહુલ મહાજન પોતાની પત્ની નતાલ્યા ઈલિના, કપિલની મિત્ર રિચા શર્મા, શેખર રવજાની, કરન જોહર-કાર્તિક આર્યન પણ પહોંચ્યા હતા.
આ રિસેપ્શનમાં કપિલ શર્માએ ઢોલની થાપે પત્ની ગિન્ની સાથે ડાન્સ કર્યો હતો. હવે કપિલ શર્મા અને ગિન્ની ચતરથે મુંબઈમાં પોતાનું બીજું વેડિંગ રિસેપ્શન રાખ્યું હતું જેમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો થયો હતો.
મુંબઈઃ એક્ટર કપિલ શર્માએ 12 ડિસેમ્બરના રોજ શીખ તથા હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ કપિલ શર્માએ અમૃતસરમાં રેડિસન બ્લૂ હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું હતું.