Seema Sajdeh Pics: બૉલીવુડ એક્ટર સોહેલ ખાન અને તેની પત્ની સીમા સજદેહનો તલાક થઇ ચૂક્યો છે. લગ્ન તુટ્યા બાદ સીમા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેવા લાગી છે, અને તેની તસવીરો પણ ખુબ ધમાલ મચાવી રહી છે. બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ભાઇ અને એક્ટરસ સોહેલ ખાનની એક્સવાઇફ સીમા સજદેહ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. શનિવારે સીમાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જેમાં સીમા કિરણ સજદેહનો હૉટ એન્ડ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. 


સીમા સજદેહની જે તસવીરો વિશે અહીં વાત થઇ રહી છે, તેને આજે સીમાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી છે. સીમાની આ તસવીરો તમે જોઇ શકો છો કે, પૂલ સેશન બાદ સીમા બિકીનીમાં આરામ ફરમાવતી દેખાઇ રહી છે.


એટલુ જ નહીં સીમા સજદેહના ટેટૂ, ખુલ્લા વાળ અને સનગ્લાસીસ તેના લૂકને વધુ શાનદાર લૂક આપી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર સીમાના આ તસવીરોએ તહેલકો મચાવી દીધો છે. લોકો જબરદસ્ત કૉમેન્ટ અને લાઇક કરી રહ્યાં છે.






આ વર્ષે સોહેલ ખાન અને સીમાએ તલાક લઇ લીધા હતા, અને હવે બન્ને કાયદેસર રીતે એકબીજાથી અલગ થઇ ગયા છે. સોહેલ ખાન અને સીમાના બે બાળકો છે, જેમનુ નામ નિર્વામ અને યોહાન છે, વર્ષ 1998માં સોહેલ અને સીમાએ લગ્ન કર્યા હતા.






ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સીમા સજદેહ વેબ સીરીઝ Fabulous Lives Of Bollywood Wivesમાં દેખાઇ હતી.