નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. ટેસ્ટ ક્રિકેટમાં બે વખત ત્રણ બેવડી સદી ફટકારનારો સેહવાગ એક વખત પિચ પર સેટ થઈ ગયા બાદ ફરીથી તેને આઉટ કરવો સરળ નહોતો. સેહવાગની આક્રમક બેટિંગમાંથી આજના ઘણા યુવા ક્રિકેટર પ્રેરણા લે છે. પરંતુ સેહવાગે ટ્વિટર પર ખુદ તેના બેટિંગ પ્રેરણાસ્ત્રોતનો ખુલાસો કર્યો છે.


હાલ દેશમાં ચાલી રહેલા લોકડાઉનના પગલે દૂરદર્શન પરથી 80 અને 90ના દાયકારની જાણીતી ધાર્મિક સીરિયલ રામાયણનું પ્રસારણ થાય છે. જેમાં હાલ ભગવાન રામ પોતાની પત્ની સીતાને લેવા લંકા પર આક્રમણ કરે છે તે એપિસોડ ચાલી રહ્યો છે. જેમાં અગંદ રાવણના દરબારમાં તેનો પગ સહેજ અમથો પણ ખસેડી બતાવાનો પડકાર ફેંકે છે.

આ સીનને લઈ સેહવાગે ટ્વિટ કરીને લખ્યું, મેં તો અહીંયાથી જ મારી બેટિંગની પ્રેરણા લીધી હતી. પગ હલાવવો મુશ્કેલ જ નહીં, અશક્ય છે.... અંગદ જી રૉક્સ!  સેહવાગનું આ ટ્વિટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

સેહવાગે 104 ટેસ્ટમાં 49.3ની એવરેજથી 8586 રન બનાવ્યા છે. જ્યારે 251 વન ડેમાં તેણે 35ની સરેરાશથી 8273 રન ફટકાર્યા છે. સેહવાગે ઈન્ટરનેશલ કરિયરમાં કુલ 38 સદી ફટકારી છે.