નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. લોકોએ ફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને સત્તા સોંપી છે. એનડીએને બહુમત કરતાં પણ વધારે સીટ મળી છે અને કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના સુંપડા સાફ થઈ ગયા છે. મોદીની જીત પર બોલિવૂડમાંથી શુભેચ્છા સંદેશ આવી રહ્યા છે. અભિનંદન પાઠવનારાઓમાં જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમી પણ સામેલ છે. જોકે સોશિયલ મીડિયા પર મોદીને જીતની શુભેચ્છા આપવા પર શબાનાને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.



થોડા સમય પહેલા ચૂંટણી મહોલ દરમિયાન શબાના બેગુસરાયથી સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમાર માટે પ્રચાર કરવા પણ ગઈ હતી. પરંતુ ગુરુવારે ચૂંટણી પરિણામમાં નરેન્દ્ર મોદીની સત્તામાં વાપસી થતા શબાનાએ પીએમ મોદીને શુભેચ્છા આપી. આ વાત માટે ટ્રોલર્સે શબાના પર નિશાન સાધ્યું.






શબાના આઝમીના આ ટ્વીટ બાદ યૂઝર્સે તેને ખૂબ ટ્રોલ કરી અને પૂછવા લાગ્યા કે પાકિસ્તાન ક્યારે જઈ રહી છો? શબાના આઝમી સાથે તેમના પતિને પણ યૂઝર્સે ટ્રોલ કર્યા. રિપોર્ટ મુજબ થોડા દિવસ પહેલા શબાના આઝમીએ કહ્યું હતું કે જો પીએમ મોદી ફરી જીતશે તો તેઓ ભારત છોડી દેશે. જોકે વિવાદ વધતા શબાનાએ આ વાતને ખોટી અને અફવા ગણાવી હતી. શબાના આઝમીએ ટ્વીટ કરી કહ્યું કે તેઓ ભારતમાં જન્મી છે અને છેલ્લી શ્વાસ પણ ભારતમાં જ લેશે.