મુંબઈ: શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની ફિલ્મ ડિયર ઝિંદગીનું બીજુ ટિઝર રીલિઝ થયું છે.  આ ફિલ્મને ગૌરી શિંદેએ ડાયરેક્ટ કરી છે. આ પહેલા ગૌરીએ ઈંગ્લિશ-વિંગ્લિશ ડિરેક્ટ કરી હતી. આ ટિઝરમાં શાહરૂખ જહાંગીર ખાનનું અને આલિયા કાઈરાનું પાત્ર ભજવી રહી હોવાનું દેખાડવામાં આવ્યું છે. જેમાં જહાંગીર કાઈરાના નોટ-સો-ફની જોકથી પરેશાન થઈ રહ્યો છે.


આ ફિલ્મને રેડ ચિલી એન્ટટેઈન્મેંટ અને ધર્માએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, કુણાલ કપૂર પણ છે.

ડિયર ઝિંદગી 25 નવેમ્બર 2016ના રોજ રીલિઝ થશે.