Suhana Khan: બોલિવૂડના કિંગ ખાન શારૂખાન ખાનની પુત્રી સુહાના ખાને તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેનું બ્રેકઅપ થઈ ગયું છે. આ પોસ્ટ પરની થતી અફવા બાદ બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદાની માતાએ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
સુહાના ખાન બોયફ્રેન્ડઃ શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. તેણે ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યૂ કર્યું હતું. સુહાના સૌથી મહેનતુ અભિનેત્રીઓમાંની એક છે અને તેને ડેબ્યુ કર્યા બાદથી ઘણી ઓફર મળી રહી છે. સુહાના ખાને તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેનું બ્રેકઅપ થઈ ગયું છે. બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદાની માતાએ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
સુહાના ખાને બ્રેકઅપની જાહેરાત કરી
સુહાના ખાનની સોશિયલ મીડિયા પોસ્ટે ધ્યાન ખેંચ્યું કારણ કે તેણે ખુલાસો કર્યો કે તે બ્રેકઅપમાંથી પસાર થઈ ગઈ છે. કંઈપણ વિચારતા પહેલા તમને જણાવી દઈએ કે સુહાના લક્સની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે. સુહાનાએ એક વીડિયો શેર કર્યો અને લખ્યું, 'મારી પાસે એક ન્યુઝ છે, મેં બ્રેકઅપ કરી લીધું છે”
સુહાનાએ ખુલાસો કર્યો કે તે તે તેના ના બોયફ્રેન્ડ વિશે અહીં વાત નથી કરી રહી પરંતુ તે સાબુ વિશે વાત કરી રહી છે. કે તેમણે તેમનો જુનો પહેલા યુઝ કરતી હતી તે સાબુ છોડી દીધો છે. તેનો અર્થ એ કે, મેં સાબુ સાથે બ્રેક કરી લીધું છે.મે મારો સાબુ બદલ્યો છે. જેવી સુહાનાએ સોશિયલ મીડિયા પર આ વિશે પોસ્ટ કર્યું. બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદાની માતા શ્વેતા બચ્ચન નંદાએ તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી. શ્વેતાએ સુહાનાની પોસ્ટ પર હાર્ટ ઇમોજીસ મોકલ્યા હતા.
તમને જણાવી દઈએ કે સુહાના ખાન તેના પિતા શાહરૂખ ખાનના પગલે ચાલી રહી છે, કારણ કે કિંગ ખાન લક્સના બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે. સુહાના બ્રાન્ડ એમ્બેસેડરના ચહેરા તરીકે સતત સમાચારોમાં રહે છે. તે બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી અને કરીના કપૂર ખાન સાથે ટીરાની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.