Bollywood News:શાહરૂખ ખાનને સ્વિટ્ઝર્લેન્ડમાં 77માં લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં પાર્ડો અલ્લા કેરીએરા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતા. ઈવેન્ટના રેડ કાર્પેટ પર સોલો પોઝ આપતા શાહરૂખે એક વૃદ્ધ વ્યક્તિને ધક્કો માર્યો, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વર્ષ 2023માં 'પઠાણ' સાથે 4 વર્ષ પછી કમબેક કરનાર શાહરૂખ ખાને વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. શાહરૂખને સ્વિટ્ઝર્લેન્ડમાં 77માં લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં કરિયર અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. શાહરૂખે અગાઉ 'પઠાણ', 'જવાન' અને 'ડિંકી' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી. શાહરૂખે એવોર્ડ મેળવ્યા બાદ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના ભાષણથી લોકોના દિલ જીતી લીધા હતા. ઇવેન્ટમાંથી વાયરલ થયેલા એક વીડિયોને જોઈને લોકો શાહરૂખની ટીકા કરી રહ્યા છે.
આ વીડિયોમાં શાહરૂખ ખાન એક વૃદ્ધને ધક્કો મારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે 77માં લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર સોલો પોઝ આપતા પહેલા તે એક વૃદ્ધ વ્યક્તિને તેના બંને હાથ વડે પાછળની તરફ ધકેલે છે. આ દરમિયાન તેમના ચહેરા પર હળવું સ્મિત પણ જોઈ શકાય છે.
શાહરૂખ ખાન આ સમયે રમુજ મૂડમાં દેખાય છે. જોકે, નેટીઝન્સને શાહરૂખનું વર્તન પસંદ નથી આવી રહ્યું. એક યુઝરે X પર શાહરૂખનો આ વીડિયો શેર કર્યો અને લખ્યું, “શાહરુખે એક વૃદ્ધ વ્યક્તિને ધક્કો માર્યો. તને શરમ આવવી જોઈએ શાહરુખ. યુઝર્સે આ વિડિયો પર કોમેન્ટ કરી છે.
એક યુઝરે લખ્યું, "હું જાણું છું કે તે સારો માણસ નથી, તે માત્ર ડોળ કરે છે." અન્ય એક યુઝરે લખ્યું, “હું શાહરૂખનો મોટો ફેન છું અને આ એક્શન જોઈને હું ખરેખર નિરાશ છું. મને ખબર નથી પણ સિક્કાની એક બાજુ દેખાય છે.” અન્ય એક યુઝરે લખ્યું, “આ સત્ય છે. મને નથી ખબર કેમ લોકો આંખો બંધ કરીને ચાહક બની જાય છે.
શાહરૂખ ખાન પાર્ડો અલા કેરીએરા એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યાં છે
શાહરૂખ ખાન પ્રથમ ભારતીય સેલિબ્રિટી બની ગયો છે જેને પાર્ડો અલ્લા કેરીએરા એટલે કે કરિયર લેપર્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. ખાને લોકાર્નોના પિયાઝા ગ્રાન્ડેમાં 8,000 લોકોની સામે તેમના ભાષણ દરમિયાન લોકોને ખૂબ હસાવ્યા. શાહરૂખે ફેસ્ટિવલ વેન્યુના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આ “લોકર્નોનું ખૂબ જ સુંદર, ખૂબ જ સાંસ્કૃતિક, ખૂબ જ કલાત્મક શહેર છે. જે બિલકુલ ભારતમાં ઘર હોવા જેવું છે”