મુંબઇઃ શાહરૂખ ખાન, કરિના કપૂર અને કરણ જોહરની આ સન્ડે સ્પેશ્યલ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચામાં આવી ગઇ છે. આમાં જ્યાં બૉલીવુડના કિંગ એટલે કે શાહરૂખ ખાન એક પ્લેન ટી-શર્ટમાં કેઝ્યૂઅલ લૂકમાં દેખાઇ રહ્યો છે. તો વળી તેની પત્ની ગૌરી ખાન એક સુંદર પ્રિન્ટેડ ડ્રેસમાં દેખાઇ રહી છે.
સ્ટાર્સે સાથે એન્જૉય કરી સન્ડે ઇવનિંગ-
આ તસવીરોને અમૃતા અરોડા અને કરિશ્મા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટો શેર કરતા કરિશ્માએ લખ્યું- એક પરફેક્ટ સન્ડે ઇવનિંગ #loveandlaughter.
વાત કરીએ કપૂર બહેનોની તો કરિનાએ ડેનિમની સાથે એક સફેદ ટૉપ અને એક સ્ટેટમેન્ટ સ્લિંગ બેગ કેરી કરી હતી. બીજી બાજુ કરિશ્મા કપૂર એક બહુ જ સિમ્પલ અને કન્ફોર્ટેબલ ડ્રેસમાં દેખાઇ રહી છે. વળી કરીનાની બેસ્ટી અને મલાઇકા અરોડાની બહેન અમૃતા અરોડા પણ આ ગેટ ટૂ ગેધરમાં સામેલ થઇ હતી. વળી સુપરમૉડલ ઓફ ધ ઇયરને જજ કરનારી મલાઇકા અરોડા ખાન એક મેચિંગ બ્લેઝરની સાથે સફેદ બ્રાલેટ પહેરેલુ દેખાયુ.
તસવીરો જોઇ ફેને કરી આ માંગ-
વળી, જાણીતા ફિલ્મેકર કરણ જોહર અને ફેશનના દિવાના મનિષ મલ્હોત્રા પણ તમામની સાથે મસ્તી કરતા દેખાયા. તસવીરોમાં અમે આદર પૂનેવાલા અને તેની સુંદર અને સ્ટાઇલિશ પત્ની નતાશા પણ દેખાઇ રહી છે. તસવીરોને અત્યાર સુધી લાખો સુધી લાઇક્સ મળી ચૂક્યા છે. વળી એક ફેને આના પર કૉમેન્ટ કરતા કરણ જોહરને કહ્યું કે તે શાહરૂખ ખાન અને કરીના કપૂરની સાથે મળીને એક ફિલ્મ બનાવે.
વળી, બીજા યૂઝરે લખ્યું- સ્ટાર્સનુ બિગ બૉસ. વર્કફ્રન્ટની વાત કરીએ તો કરણ જોહર બિગ બૉસ ઓટીટીનુ પ્રીમિયર વૂટ પર રવિવાર રાત્રે 8 વાગે થયું.