નવી દિલ્હીઃ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને 23 ઓગસ્ટ 2019ના રોજ મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર નવો પોસ્ટલ સ્ટેમ્પ લોન્ચ કર્યો. બાંદ્રા રેલવે સ્ટેશનને 130 વર્ષ પૂરા થવાની ખુશીમાં નવો પોસ્ટ સ્ટેમ્પ લોન્ચ કરવામાં આવ્યો. આ ઈવેન્ટમાં શાહરૂખ ખાન ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા. ઈવેન્ટ દરમિયાન શાહરૂખ ખાને મીડિયા સાથે વાત કરતાં પોતાના રેલવે અનુભવ વિશે વાત કરી હતી. શાહરૂ કાને કહ્યું કે, તેણે રેલવે સ્ટેશન પર કેટલીય યુવતીઓ સાથે પ્રેમ કર્યો છે.

શાહરૂખે પોતાનાં દિવસો યાદ કરતા કહ્યું કે, આ ઈવેન્ટનો હિસ્સો બનીને હું ખુબ ખુશ છું. કારણ કે આ રેલવે સ્ટેશન પર મે ઘણી યુવતીઓ સાથે પ્રેમ કર્યો છે. બસ માત્ર આ બાદ્રાં રેલવે સ્ટેશન જ રહી ગયું હતું કે જ્યાં હું નહોતો આવ્યો. મને અહીં બોલાવવા બદલ હું આપનો આભારી છું.


શાહરૂખ ક્યારેક પોતાની ફિલ્મોનાં કારણે તો ક્યારેક તેના બેબાક બયાનોનાં કારણે ચર્ચામાં રહેતો હોય છે. તેણે અક ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું કે તે એક એક્શન ફિલ્મ કરવા માગે છે.