લતા દીદીને અંતિમ વિદાયની વેળાએ  રાજકીય હસ્તીઓની સાથે બોલીવૂડ હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી અને લત્તા દીદીને ભારે હૈયે વિદાય આપી હતી. શાહરૂખ ખાન ગૌરા સાથે નહીં પરંતુ આ યુવતી સાથે લત્તા દીદીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો હતો.


લત્તા દીદીના નિધનથી ન માત્ર બોલિવૂડ જગત પરતું સમગ્ર દેશ શોકમાં છે. રવિવારે સાંજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે લત્તા દીદીને વિદાય અપાઇ. મુંબઇના શિવાજી પાર્કમાં 8 મહારાજ દ્રારા વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમની અંતિમ વિધિ કરાઇ,. આ સમયે અમિતાભ બચ્ચન સહિતની બોલીવૂડ હસ્તીઓ  શિવાજી પાર્ક પહોંચી હતી, અઙીં શાહરૂખ ખાન ગૌરા નહીં પરંતુ તેમની મેનેજર પૂજા દદલાની સાથે શિવાજી પાર્ક પહોંચી હતી.


શાહરૂખ અને પૂજાએ કેવી રીતે એકસાથે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી  પરંતુ શ્રદ્દાજલિ આપવાની રીત અલગ અલગ હતી. શ્રદ્ધાંજલિની અલગ અલગ વિધિનો આ વીડિયો  ખૂબ વાયરલ થયો છે. 


શાહરૂખ ખાન લત્તા મંગેશકર માટે દુવા પઢતા જોવા મળી રહ્યાં છે. તેના હાથમાં એક ફુલોનો હાર છે. શાહરૂખ ખાન પહેલા લતા દીદીના પાર્થિવ દેહને હાર ચઢાવે છે.બાદ લતા દીદીના આત્મની શાંતિ માટે દુવા કરતા જોવા મળે છે. તે તેને પર ફુંક મારતા પણ જોવા મળે છે.


આટલું જ નહીં શાહરૂખ ખાન તેમના માટે દુવા માગ્યાં બાદ લત્તા દીદીના ચરણ સ્પર્શ કરીને આશિષ લેતા પણ નજર પડે છે. તો બીજી તરફ પૂજા દદલાની હાથ જોડીને લત્તા દીદીના આત્મની શાંતિ માટે બંને હાથ જોડીને પ્રાર્થના કરતી નજર આવે છે.



PM મોદી સહિત અનેક દિગ્ગજોએ આપી હાજરી


પીએમ મોદી, મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકરે, શ્રદ્ધા કપૂર, મધૂર ભંડારકર, રણબીર કપૂર સહિત બોલિવૂડના તમામ દિગ્ગજ કલાકાર શિવાજી પાર્ક પહોંચ્યા હતા અને લત્તા દીદીના અંતિમ સંસ્કરામાં સામેલ થયા હતા અને લતા દીદીને વિદાય આપી હતી.