✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અટલ બિહારી વાજપેયીની યાદમાં આ દિગ્ગજ એક્ટરે લખ્યો ઇમોશનલ મેસેજ, કહ્યું- 'લવ યૂ બાપજી'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Aug 2018 07:38 AM (IST)
1

શાહરુખ ઉપરાંત અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર સહિતની અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝે અટલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

2

ગુરુવાર સાંજે અટલ બિહારી વાજપેયીનું દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ અવસાન થયું. શુક્રવારે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.

3

શાહરુખે લખ્યું કે, ‘મને તેમને મળવાની તક પ્રાપ્ત થઈ હતી અને અમે કવિતા, ફિલ્મ, રાજકારણ અને પોતાના ઘૂંટણના દુ:ખાવા વિશે વાતચીત કરી સમય પસાર કર્યો હતો. મને તેમની એક કવિતાને પડદા પર ઉતારવાની તક પણ મળી હતી. તેમને ઘરે ‘બાપજી’ કહેવામાં આવતા હતા. આજે દેશે એક પિતા સમાન વ્યક્તિ ગુમાવી દીધી છે. અંગતપણે મેં પોતાના બાળપણનો એક ભાગ અને શીખવા, હસવા તથા કવિતાઓની યાદો ગુમાવી દીધી છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, તેમણે મારી જિંદગીને પ્રભાવિત કરી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’

4

નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન બાદ આજે તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 કલાકે કરવામાં આવશે. રાજનેતા, ફિલ્મ અમે રમત જગતની સાથે સમગ્ર દેશ તેમના નિધનથી શોકમાં છે. સાંજથી જ અટલજીના ઘરે તેમના અંતિમ દર્શન માટે લોકોની ભીડ લાગી છે. બોલિવૂડના અનેક દિગ્ગજ સ્ટારે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. શાહરૂખ ખાને પણ ટ્વીટ પર એક ઇમોશન મેસેજ પોસ્ટ કરતાં કહ્યું કે, આજે દેશે એક પિતા સમાન વ્યક્તિને ગુમાવ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • અટલ બિહારી વાજપેયીની યાદમાં આ દિગ્ગજ એક્ટરે લખ્યો ઇમોશનલ મેસેજ, કહ્યું- 'લવ યૂ બાપજી'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.