કિંગ ખાનની દીકરી સુહાના બની કવર ગર્લ, માતા ગૌરીએ શેર કર્યો પ્રથમ ફોટો
આ પહેલા જૂન ઈશ્યુમાં શ્રીદેવીની દીકરી જાહ્ન્વી કપૂર પર વોગ ઈન્ડિયાના કવર પેજ પર ચમકી હતી. બોલિવૂડમાં એન્ટ્રી પહેલા જાહ્ન્વીના ફોટોશૂટને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૌરીએ સુહાનાનો શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વોગ ઈન્ડિયાના ઓગસ્ટ-સપ્ટેમ્બર ઈશ્યુમાં સુહાનાનો ફોટો કવર પેજ પર લેવામાં આવ્યો છે. જેમાં સુહાના હોટ અને સિજલિંગ લાગી રહી છે.
તાજેતરમાં જ ગૌરી ખાને સુહાનાનો ફોટો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં સુહાના વોગ ઈન્ડિયાના કવર પેજ પર નજરે પડી રહી છે. ફોટો શેર કરતાં ગૌરીએ લખ્યું છે કે, ‘સુહાનાના શૂટ માટે વોગ ઈન્ડિયાનો આભાર.’
મુંબઈઃ કિંગ ખાન શાહરૂખની દીકરી સુહાના ખાન પણ મીડિયામાં ચમકતી રહે છે. સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય રહેનારી સુહાનાએ બોલિવૂડમાં એન્ટ્રી પહેલાં જ ઘણા પ્રશંસક બનાવી લીધા છે. છેલ્લા થોડા સમયથી સુહાનાએ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હોવાની ચર્ચા હતી પરંતુ તેનો કોઈ ફોટો સામે આવ્યો નહોતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -