એડલ્ટ સ્ટાર શકીલાની બાયૉપિકનું પૉસ્ટર રિલીઝ, બૉલ્ડ લુકમાં જોવા મળી રીચા ચઢ્ઢા, જુઓ તસવીરો
મુંબઇઃ એડલ્ટ ફિલ્મ સ્ટાર શકીલાની જિંદગી પર બની રહેલી બાયૉપિકનું પૉસ્ટર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મનો દર્શકો ઇન્તજાર કરી રહ્યાં છે. ખરેખર, આ ફિલ્મ સાઉથની એડલ્ટ ફિલ્મ સ્ટાર શકીલાની જિંદગી પર આધારિત છે.
90ના દાયકામાં શકીલાની ફિલ્મોની ખુબ બોલબાલા હતી, એટલુ જ નહીં તેની કેટલીક ફિલ્મો હિન્દીમાં પણ ડબ થઇ હતી. બાયૉપિકમાં અભિનેત્રીના વાસ્તવિક જીવનને પડદા પર લાવવાની કોશિશ કરવામાં આવી છે.
નવા વર્ષે જ ફિલ્મ નિર્માતાએ શકીલા ફિલ્મનું અનોખુ પૉસ્ટર રિલીઝ કર્યુ છે, જેમાં રીચા ચઢ્ઢા દારુની બૉટલ સાથે દેખાઇ રહી છે. સાથે કેપ્શનમાં લખ્યુ છે - ઇસ સાલ કા જામ, શકીલા કે નામ ચોંકાવનારી વાત એ છે કે ખુદ અભિનેત્રી શકીલા પણ ફિલ્મમાં ગેસ્ટ એપીયરન્સ તરીકે દેખાશે.
શકીલા ફિલ્મનું નિર્દેશન ઇન્દ્રજીત લંકેશ કરી રહ્યાં છે, હૉટ એક્ટ્રેસ રીચા ચઢ્ઢા ફિલ્મમાં એડલ્ટ સ્ટાર શકીલાની ભૂમિકા નિભાવી રહી છે. રીચા ચઢ્ઢાએ ફિલ્મમાં વાસ્તવિકતા લાવવા માટે ખુબ મહેનત કરી છે. કહેવાઇ રહ્યુ છે કે ફિલ્મમાં જરૂરિયાત અનુસાર રીચા ચઢ્ઢાએ કેટલાક બૉલ્ડ સીનો આપ્યા છે.