સંગીતકારની જોડી નદીમ-શ્રવણ ફેમ શ્રવણ રાઠોડ કોરોના સંક્રમિત થયા છે. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિંદુજા હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. અહીં તેમની સ્થિતિ ચિંતાજનક છે.
શ્રવણ રાઠોડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ શનિવારના દિવસે હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરનું કહેવું છે કે હોસ્પટલમાં દાખલ થયા બાદ કોઇ રિકવરી તો નથી પરંતુ હાલત સ્ટેબલ કરી શકાય.
તેમના સંગીતકાર પાર્ટનર નદીમ અખ્તર સૈફીની સાથે મળીને શ્રવણ રોઠડે 90ના દશકમાં અનેક હિટ ફિલ્મોના સોન્ગે સંગીત આપ્યું હતું. 90ના દશકમાં તેમના સંગીતનો એવો જાદુ હતો કે, તેમના સંગીતના કારણે બોક્સ ઓફિસ પર ફિલ્મો ધૂમ મચાવતી હતી.
નદીમ-શ્રવણની જોડીએ ફિલ્મ આશિકી, સાજન, સડક, દિલ હૈ કિ માનતા નહી, સાથી, દિવાના, ફુલ ઓક કાંટે, હમ હૈ રાહી પ્યાર કે, રાજા હિન્દુસ્તાની, જાન તેરે નામ, રાજા, ધડકન, પરદેશી, દિલવાલે, રાજ અંદાજ, બરસાત, સિર્ફ તુમ, કસૂર, જેવી અનેક હિટ ફિલ્મોમાં સંગીત આપની પોતાની એક અલગ ઓળખ ઉભી કરી હતી. બોલિવૂડમાં એ એક મોંધી સંગીતકારની જોડી ગણાતી હતી.
ઉલ્લેખનિય છે કે, નદીમ અને શ્રવણે 70માં દશકમાં હિટ ભોજપુરી ફિલ્મ દંગલથી કરિયરની શરૂઆત કરી હતી. તેમના ગીત આ ફિલ્મના પણ ખૂબ જ હિટ થયા હતા.
સંગીતકાર શ્રવણ રાઠોડનો કોરોનાનો રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમિત થયા બાદ શ્રવણ રાઠોડને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્રવણ રાઠોડના ખૂબ જ નજીકના એક વ્યક્તિએ એબીપી ન્યુઝ સાથે વાત કરતા શ્રવણ રાઠોડના સ્વાસ્થ્યની જાણકારી આપી હતી. મળતી માહિતી મુજબ શ્રવણ રાઠોડને કોરોના સિવાય પણ અન્ય બીમારી હોવાથી તેમને રિકવરી નથી આવી રહી. ડોક્ટરના જણાવ્યાં મુજબ હાલ તેમની તબિયત સ્થિર છે પરંતુ સ્થિતિ હજું ચિંતાજનક છે.