Shefali Jariwala Death: શુક્રવારે રાત્રે મુંબઈમાં મોડેલ અને અભિનેત્રી શેફાલી જરીવાલાનું અવસાન થયું. તે 42 વર્ષની હતી. શેફાલી ખૂબ જ સ્વસ્થ હતી અને તેના અચાનક મૃત્યુથી બધાને આઘાત લાગ્યો છે. દરેક વ્યક્તિ અભિનેત્રીના મૃત્યુનું કારણ જાણવા માંગે છે. હવે ડોક્ટરોને શંકા છે કે, શેફાલી જરીવાલાના મૃત્યુનું કારણ બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો છે. પોલીસે અભિનેતાના મૃત્યુમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિનો ઇનકાર કર્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.
શું શેફાલી જરીવાલાના મૃત્યુનું કારણ લો બ્લડ પ્રેશર હતું?
પોલીસના જણાવ્યાં અનુસાર, શુક્રવારે રાત્રે અભિનેત્રી તેના ઘરે બેભાન થઈ ગઈ હતી. તેના પતિએ પરાગ ત્યાગીને તાત્કાલિક અંધેરીની બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી, પ્રારંભિક તપાસમાં સૂચવવામાં આવ્યું હતું કે તેણીને કાર્ડિયાક અરેસ્ટ થયો હોઈ શકે છે. બાદમાં તેના શરીરને પોસ્ટમોર્ટમ માટે જુહુની આરએન કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું ક, કૂપર હોસ્પિટલના ડોકટરોને શેફાલી જરીવાલાના મૃત્યુનું કારણ બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો થવાની શંકા છે. અભિનેત્રીએ રવિવારે તેના ઘરે સત્યનારાયણ પૂજા માટે ઉપવાસ રાખ્યો હતો. તેના પતિએ પોલીસને જણાવ્યું હતું કે તે એક દિવસ પહેલા બનાવેલ ખોરાક ખાધા પછી બેભાન થઈ ગઈ હતી.
પોલીસ શેફાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે
આ દરમિયાન, પોલીસે સ્વર્ગસ્થ અભિનેત્રીના પતિ અને પરિવારના સભ્યોના નિવેદનો નોંધ્યા છે. તેના ઘરેથી પંચનામા એકત્રિત કરતી વખતે, પોલીસને એન્ટીએજિંગ મેડિસિનના બે બોક્સ મળી આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અભિનેત્રીના પરિવારે કહ્યું કે, તે ડૉક્ટરની સલાહ વિના ગોળીઓ લઈ રહી હતી પરંતુ તેનાથી તેને ક્યારેય કોઈ સમસ્યા થઈ નથી. "હાલ કોઈ ગરબડીનો સંદેહ નથી. અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ,".
પોલીસે આકસ્મિક મૃત્યુ (ADR) નો કેસ નોંધ્યો છે. શેફાલી જરીવાલાના પરિવારે શનિવારે તેણીના અંતિમ સંસ્કાર કર્યા હતા.