Shriya Saran Pregnancy: બોલિવૂડ એક્ટ્રેસ શ્રિયા સરને પોતાની પ્રેગ્નન્સીને લઈને ઘણા રહસ્યો જાહેર કર્યા છે. શ્રિયા સરને કહ્યું કે તેણે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કેમ ન કરી? અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આની પાછળ ઘણા કારણો હતા. જેમાંથી એક એ હતું કે તે જાડી થવા તો માંગતી હતી પરંતુ લોકો તેને કેવા સવાલો કરશે તેને લઈને તે ચિંતામાં હતી
શ્રિયા સરને ક્યારે લગ્ન કર્યા?
જણાવી દઈએ કે શ્રિયા સરને 19 માર્ચ, 2018ના રોજ લોખંડવાલામાં રશિયન બોયફ્રેન્ડ આંદ્રે કોશચીવ સાથે લગ્ન કર્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબરમાં શ્રિયા સરને જણાવ્યું હતું કે તે અને આન્દ્રે એક પુત્રીના માતા-પિતા બન્યા છે. બંનેએ તેમની પુત્રીનું નામ રાધા રાખ્યું, જેનો જન્મ 10 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો.
શ્રિયા સરન આ બાબતોથી ડરતી હતી
એક ઇન્ટરવ્યૂમાં શ્રિયા સરને કહ્યું કે જ્યારે મને મારી પ્રેગ્નેન્સીની ખબર પડી ત્યારે હું ખૂબ જ ખુશ થઈ હતી. જો કે થોડી ડરી પણ ગઈ હતી. પ્રેગ્નેન્સી દરમિયાન માંરૂ વજન વધી રહ્યું હતું. હું જાડી દેખાઈ રહી હતી. જો કે મને લોકોની પરવા નહોતી કે લોકો શું કહેશે. મારે માંરૂ માતૃત્વને એન્જોય કરવું હતું. મારી દીકરી સાથે સમય પસાર કરવો હતો. લોકો મારા વિશે શું લખશે તેની પરવા કર્યા વિના હું ફક્ત મારા બાળક પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી.
પ્રેગ્નેન્સીની વાત સાંભળી લોકો કામ નહી આપે: શ્રીયા
શ્રિયા સરને કહ્યું, મને એ વાતનો પણ ડર હતો કે જો હું પ્રેગ્નેન્સીની વાત બહાર પાડીશ તો મને કામ મળતું બંધ થઈ જશે. કારણ કે પ્રેગ્નેન્સીની વાત સાંભળી લોકો તમને અલગ રીતે જ જુવે છે. જેથી મે જ્યારે માતા બનવાની વાત બહાર પાડી ત્યારે મે ત્રણ ફિલ્મો સાઈન કરી લીધી હતી. અને રાધા પણ 9 મહિનાની થઈ ગઈ હતી સાથે જ માંરૂ વજન પણ ઘટી ગયું હતું.