કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસનનું બોયફ્રેન્ડ માઇકલ કાર્લોસે સાથે બ્રેકઅપ, સોશિયલ મીડિયા પર કર્યું એલાન
abpasmita.in | 27 Apr 2019 11:25 AM (IST)
શ્રુતિ હાસન સાથે બ્રેક અપ કરતા માઇકલ કાર્લોસે ટ્વિટ કર્યું કે, ‘ભગવાનને કદાચ મંજૂર નથી તેથી અમારે અલગ થવું પડી રહ્યું છે. પરંતુ આ યંગ લેડી હંમેશા મારી બેસ્ટ મેટ રહેશે ’
મુંબઈ: સાઉથ સુપરસ્ટાર કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસન પોતાની લવ લાઈફ અને હોટનેસના કારણે ચર્ચામાં છવાયેલી રહે છે. શ્રૃતિ હાસન લાંબા સમયથી ડેટ કરી રહેલી પોતાના ઈટાલિયન બોયફ્રેન્ડ માઇકલ કાર્લોસ સાથે જલ્દી જ લગ્ન કરશે તેવી ખબર સામે આવી હતી. પરંતુ હવે તેમના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા છે. આ વાતનો ખુલાસો ખુદ તેના બોયફ્રેન્ડ માઇકલે કર્યો છે. માઇકલ કાર્લોસે ટ્વિટ કર્યું કે, ‘ભગવાનને કદાચ મંજૂર નથી તેથી અમારે અલગ થવું પડી રહ્યું છે. પરંતુ આ યંગ લેડી હંમેશા મારી બેસ્ટ મેટ રહેશે ’માઈકલની પોસ્ટ પરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ બન્ને બ્રેકઅપ બાદ પણ સારા મિત્ર તરીકે રહેશે. શ્રુતિ અને માઇકલની જોડીને તેમના ફેન્સ પણ ખૂબજ પસંદ કરી રહ્યાં હતા. એવામા તેમના ફેન્સ માટે બ્રેકપ કોઈ બેડ ન્યૂઝની ઓછા નથી. જો કે બ્રેક અપનું કોઈ જ કારણ સામે આવ્યું નથી. અહેવાલ પ્રમાણે બન્નેએ એકબીજાની સહમતીથી બ્રેકઅપ કર્યું છે. ઉલ્લેખનીય છે કે શ્રુતિ અને માઇકલની મુલાકાત લંડનમાં થઈ હતી. શ્રુતિ અહીં એક બ્રિટિશ રોક બેન્ડ માટે સોન્ગ રેકોર્ડ કરવા ગઈ હતી. તે દરમિયાન બન્નેની મુલાકાત થઈ હતી. બાદમાં બન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.