લોકપ્રિય ટીવી અભિનેતા અને 'બિગ બોસ 13' વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. સિદ્ધાર્થને હાર્ટ એટેક આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ શુક્લા રાત્રે દવાઓ લઈને સુતો હતો. પરંતુ કઈ દવા લેવામાં આવી તે અંગે કોઈ માહિતી મળી નથી. સિદ્ધાર્થ શુક્લનો મૃતદેહ હાલમાં મુંબઈની કૂપર હોસ્પિટલમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
સિધ્ધાર્થ શુકલાની વય માત્ર 40 વર્ષની હતી. સિધ્ધાર્થ શુકલાએ બિગ બોસમાં વિજેતા બનવા ઉપરાંત ઘણી ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું હતું. બ્રોકન બટ બ્યુટીફઉલ થ્રી, બાલિકા વધૂ અને દિલ સે દિલ તક જેવી સીરિયલોમાં કામ કરનારા સિધ્ધાર્થ શુકલાએ સાવધાન ઈન્ડિયા અને ઈન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ જેવા શોના હોસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. આ ઉફરાંત તેણે ફીયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડીની સાતમી સીઝનમાં પણ ભાગ લીધો હતો.
સિધ્ધાર્થ શુકલાએ 2005માં વિશ્વનના શ્રેષ્ઠ મોડલનું ટાઈટલ જીત્યું હતું. આ સ્પર્ધામાં એશિયા, લેટિન અમેરિકા અને યુરોપના 40 કરતાં વધારે ટોચના મોડલે ભાગ લીધો હતો. સિધ્ધાર્થ શુકલાની વય એ વખતે માત્ર 25 વર્ષ જ હતી. 2008મા ટીવી સીરિયલ બાબુલ આંગન છૂટે ના દ્વારા અભિનયની શરૂઆથ કરનારા સિધ્ધાર્થ શુકલાએ 2014માં હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મ દ્વારા ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં હીરો તરીકે વરૂણ ધવન હતો ને હીરોઈન આલિયા ભટ્ટ હતી.
સિદ્ધાર્થ શુક્લાને ટીવી સિરિયલ બાલિકા વધુથી લોકપ્રિયતા મળી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તે સિરિયલ દિલ સે દિલ તકમાં પણ જોવા મળ્હયો હતો. તેણે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
તેને બિગ બોસ 13થી ઘણી ખ્યાતિ મળી. પંજાબી અભિનેત્રી શહનાઝ ગિલ સાથેની તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંને તાજેતરમાં બિગ બોસ OTTમાં પણ જોવા મળ્યા હતા.
આ સિવાય સિદ્ધાર્થ શુક્લ ફિયર ફેક્ટર-ખતરોં કે ખિલાડી સિઝન 7માં જોવા મળ્યો હતો. તેમણે સાવધાન ઇન્ડિયા અને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનું પણ હોસ્ટ કર્યું હતું.
સિદ્ધાર્થ શુક્લનો જન્મ 12 ડિસેમ્બર 1980 ના રોજ મુંબઈના એક હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મોડેલિંગના દિવસોમાં તેણે તેના પિતાને ગુમાવ્યા.