PICS: અભિજીતે કરણ જોહરને કહ્યો આ એક્ટરની 'મહેબૂબા', ટ્વિટર પર કરી વિવાદીત કોમેંટ્સ
ફવાદ ખાન કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હેૈ મુશ્કિલ'માં જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: બોલીવુડ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય ટ્વિટને લીધે ઘણા વિવાદમાં છે. સલમાન ખાન પછી હવે ફિલ્મ મેકર કરણ જોહર પર નિશાન સાધી આપત્તિજનક ટિપ્પણી કરી છે. તેણે ટ્વિટ કરીને કરણને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ‘મહેબૂબા’ ગણાવ્યો છે.
અભિજીતે ટ્વિટમાં લખ્યું છે કે વધુ એક લવ જિહાદ! મહેબૂબા કરણ જોહર ડિપ્રેશનમાં છે, કેમકે પાક પ્રેમી ફવાદે બિચારી મિસીસ કરણ જોહરને દગો આપ્યો છે. અભિજીતના આ ટ્વિટ પર હાર કોઈ પ્રતિક્રિયા આવી નથી.
આ પહેલા પણ સલમાન ખાને પાકિસ્તાની કલાકારોનું સમર્થન કરતા અભિજીતે તેની પણ ટીકા કરી હતી અને તેને દેશ-વિરોધી કહ્યો હતો. ઉલ્લેખનીય છે કે મનસે દ્વારા પાકિસ્તાની કલાકારોને ઉરી હુમલાની ટીકા ન કરવા બદલ દેશ છોડવાની ધમકી આપી હતી. જે પછી ફવાદ ખાન સહિતના કલાકારો દેશ છોડીને પાછા પાકિસ્તાન જતા રહ્યા હતા. આ પછી બોલીવુડમાંથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી હતી. જેમાં કરણ જોહરે પાકિસ્તાની કલાકારોને આ રીતે દેશ માંથી પાછા મોકલવા ન જોઈએ. જેની પ્રતિક્રિયામાં અભિજીતે ટ્વિટ કર્યુ હતું. અભિજીત મનસેના સમર્થનમાં છે, જેના કારણે આ આખો વિવાદ ટ્વિટર પર વકર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -