Amruta Fadnavis Song: મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે તેના નવા રિલીઝ થયેલા ગીત 'મૂડ બનાલિયા'થી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. અમૃતા ફડણવીસ અને મીટ બ્રધર્સ દ્વારા ગાયું આ ગીત બેચલરેટ એન્થમ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.અમૃતા ફડણવીસે #MoodBanleya હેશટેગ સાથે ટ્વિટર પર ડાન્સ ચેલેન્જ પણ શરૂ કરી છે. તેણે આ ગીત પર ડાન્સ કરતો પોતાનો એક વીડિયો શેર કર્યો હતો અને ટ્વિટર પર લોકોને ચેલેન્જમાં ભાગ લેવા અને તેમના ડાન્સ મૂવ્સ શેર કરવા વિનંતી કરી હતી.
અમૃતા ફડણવીસે ડાન્સ ચેલેન્જમાં ભાગ લેવા કરી વિનંતી
તેણે તેની ટ્વિટર પોસ્ટમાં લખ્યું, "તમારી પાસે શું છે તે અમને બતાવો! #MoodBanaleya હૂકસ્ટેપ ચેલેન્જ લો અને ગીતના હેશટેગનો ઉપયોગ કરીને તમારી પોતાની રીલ્સ બનાવો અને તેમાં અમને ટેગ કરો." વીડિયોમાં અમૃતા ફડણવીસને ગીતમાં દર્શાવવામાં આવેલા હૂક સ્ટેપ્સ પરફોર્મ કરતા જોઈ શકાય છે. વીડિયોમાં અમૃતા બ્લેક ગાઉન અને બ્લેક બૂટ પહેરેલી જોવા મળી રહી છે. બ્લેક આઉટફિટમાં અમૃતા ખૂબ જ આકર્ષક લાગી રહી છે. એટલું જ નહીં અમૃતાનો આ વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લોકો પોતાના ડાન્સના વીડિયો શેર કરી રહ્યા છે
અમૃતાની પોસ્ટને 447 હજારથી વધુ વખત જોવામાં આવી છે અને ઘણી બધી કોમેન્ટ્સ પણ આવી છે. લોકોએ કોમેન્ટ સેક્શનમાં પોતાના ડાન્સના વીડિયો પણ જોરદાર રીતે શેર કર્યા છે. વીડિયો વિશે તેમના મંતવ્યો શેર કરતી વખતે ઘણા લોકોએ ઉલ્લેખ કર્યો છે કે ગીત ખૂબ આકર્ષક છે.
મૂડ બનાલિયા' 6 જાન્યુઆરીએ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું
મૂડ બનાલિયા' ગીત 6 જાન્યુઆરીએ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને અત્યાર સુધીમાં 23 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. ગીતનું સંગીત મીત બ્રધર્સે કમ્પોઝ કર્યું છે અને ગીત કુમારે લખ્યું છે. અત્યારે આ ગીત ખૂબ વાયરલ થઈ રહ્યું છે.