કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. સ્મૃતિ ઈરાનીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ દરમિયાન એક તસવીર ક્લિક કરી હતી. તેમની આ તસવીરમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને જેપી નડ્ડા જેવા ભાજપના મોટા નેતાઓ એક ફ્રેમમાં જોવા મળે છે. જો કે તેના દ્વારા લેવામાં આવેલ આ ફોટોનો શ્રેય અન્ય કોઈને આપવામાં આવ્યો હતો. જેના પર કેન્દ્રીય મંત્રીએ પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઈએ કે, સ્મૃતિ ઈરાનીએ 25 માર્ચે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ તસવીર પોસ્ટ કરી હતી. જેનું કેપ્શન છે - મારો પરિવાર, ભાજપ પરિવાર. તસવીરમાં પીએમ મોદી સહિત ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ જોવા મળી રહ્યા છે. પરંતુ તેમણે ક્લિક કરેલા આ ફોટોની ક્રેડિટ ન્યૂઝ એજન્સી ANIને આપવામાં આવી છે.






જે બાદ સ્મૃતિ ઈરાનીએ પ્રતિક્રિયા આપતા ટ્વિટર પર લખ્યું - 'મેં ફોટો ખેંચ્યો, ક્રેડિટ ANIને ગયું.' આ સાથે તેમણે એક ઉદાસી ઇમોજી પણ શેર કર્યું હતું. 






સ્મૃતિ ઈરાનીને મળ્યો જવાબઃ
સ્મૃતિ ઈરાનીના ક્રેડિટ વાળા ટ્વીટ પર જવાબ આપતાં એએનઆઈના એડિટર સ્મિતા પ્રકાશે ફિલ્મનો ડાયલોગ લખ્યો હતો, બડે બડે શહેરો મેં એસી છોટી છોટી બાતે હો જાતી હૈ સેનોરીટા. આ સાથે સ્મિતા પ્રકાશે લવ ઈમોજી પણ શેર કરી હતી. 






સ્મિતા પ્રકાશના આ જવાબમાં સ્મૃતિ ઈરાનીએ લખ્યું કે, સેનોરીટા બડે દેશ કે બડે એડિટર એસા બોલેંગે તો છોટે લોગોં કા ક્યા હોગા. સોચો અગર ANI કા યહી પીટીઆઈને કિયા હોતા તો. આ જવાબના જવાબમાં સ્મિતા પ્રકાશે કહ્યું હતું કે, ક્ષમા કરે, સભી સબ્સક્રાઈબર્સ કો સુધાર કરને કે લીયે કહા ગયા હૈ. 


આ સમગ્ર ટ્વીટર ઘટના ક્રમ અંગે ટ્વીટર યુઝર્સે પણ પોતાના રમુજી અંદાજમાં રિપ્લાય આપ્યા હતા.