મુંબઈઃ હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર સલમાન ખાનનો 27 ડીસેમ્બરે જન્મદિવસ હતો. સલમાનના બર્થડેના એક દિવસ પહેલાં 25 ડીસેમ્બરે સાપ કરડ્યો હતો. સલમાનને હોસ્પિટલમા દાખલ કરવો પડ્યો હતો પણ હવે તેને રજા આપી દેતાં તેણે પરિવાર સાથે બર્થ ડે ઉજવ્યો હતો. સલમાન ખાને મીડિયા સાથેની વાતચીતમાં સાપે તેને કઈ રીતે ડંખ માર્યો તે ઘટના અંગે વાત કરી હતી. સલમાનનો દાવો છે કે, સાપે એક નહીં પરંતુ ત્રણ ત્રણ વાર ડંખ માર્યો હતો.
સલમાને કહ્યું હતું કે, અમે બધાં રૂમમાં બેઠાં હતાં ત્યાં રૂમમાં સાપ આવી ગયો હતો. સાપને જોઈને બાળકો એકદમ ડરી ગયા હતા. આ કારણે હું રૂમમાં સાપને કાઢવા ગયો હતો. મેં એક મોટી લાકડી લીધી અને પછી એકદમ પ્રેમથી લાકડીની મદદથી સાપને ઉઠાવ્યો હતો. હું સાપને બહાર લઈને આવી ગયો હતો ને એ દરમિયાન સાપ લાકડી પર ઘણાં જ પ્રેમથી વીંટળાઈ ગયો હતો. પછી તે ધીરે ધીરે મારા હાથ પર ચડવા લાગ્યો હતો. મેં બીજા હાથથી સાપને પકડ્યો અને લાકડી મૂકી દીધી હતી.
સલમાનના દાવા પ્રમાણે તેણે સાપને નીચે મૂકવા પ્રયત્ન કર્યો હતો. એ દરમિયાન સાપે તેને ત્રણ વાર ડંખ માર્યો હતો. સલમાન ખાનને શરૂઆતમાં લાગ્યું કે સાપ ઝેરી છે તેથી તે ડરી ગયો હતો.
સાપે ડંખ માર્યા પછી સલમાન નવી મુંબઈના કામોઠેમાં આવેલી મહાત્મા ગાંધી મિશન હોસ્પિટલમાં ગયો હતો. આ હોસ્પિટલ તમામ સુવિધાથી સજ્જ છે અને તમામ પ્રકારના એન્ટી વેનમ હતા તેથી તાત્કાલિક તેને ઈંજેક્સ અપાયું હતું. સલમાનને સાપ કરડ્યાની ખબર પડતા તેની મદદ માટે સ્થાનિક પોલીસ કમિશ્નર બિપિન કુમાર તથા સ્થાનિક ધારાસભ્ય સંદીપ નાયક પણ દોડી આવ્યા હતા. સાપ કરડ્યા પછી સલમાન છ કલાક હોસ્પિટલમાં રહ્યો હતો. સાપ બિનઝેરી હોવાથી તેને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા પચી રજા અપાઈ હતી.
આ પણ વાંચો........
હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે
Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા
SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે