સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ આજે ફરી ચર્ચામાં છે. 90ના દશકમાં સલમાન ખાન સાથે સોમી અલીનું નામ જોડાયું હતું. બંનેના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું. હવે વર્ષો બાદ સોમી અલી સામે આવી છે અને તેમના સંબંધને મુદ્દે ખુલાસો કર્યો છે.
સોમીએ કહ્યું કે, 1991માં તે ભારત એ માટે આવી હતી કે, તેમણે સલમાન ખાન સાથે લગ્ન કરવા હતા. ભારત આવ્યા બાદ એક વર્ષમાં જ તેમની મુલાકાત સલમાન ખાન સાથે થઇ અને તે ડેટ કરવા લાગી. બંનેનું બ્રેકઅપ 1999માં થયું હતું ત્યારબાદ સોમી યૂએસ અભ્યાસ કરવા માટે જતી રહી હતી. તે જ્યારે પહેલી વખત ભારતમાં આવી હતી ત્યારે તેમની ઉંમર માત્ર 16 વર્ષની હતી.
ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં સોમીએ સલમાન ખાન સાથેની રિલેશનશિપ વિશે અને તેમની ફિલ્મી કરિયર વિશે વાત કરી હતી. તેમણે મુંબઇ આવ્યા બાદ પોર્ટફોલિયો શૂટ કરાવ્યું હતું. તે એડ પ્રોડકશન હાઉસ પણ ગઇ હતી. ત્યારે ત્યાં સલમાન ખાન હાજર હતો. ત્યારબાદ ફિલ્મ બુલંદમાં તેમને બ્રેક મળ્યો જો કે આ ફિલ્મ રિલીઝ ન થઇ શકી. જો કે તેના કારણે તેને અનેક ફિલ્મો મળી.