મુંબઇઃ બૉલીવુડની એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનો એક વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે મિત્રો સાથે પાણીપુરી ખાતી દેખાઇ રહી છે. પોતાની અપકમિંગ ફિલ્મ 'ખાનદાની શફાખાના'ના પ્રમૉશનમાં સાથી કલાકારો સાથે વ્યસ્ત છે. આ દરમિયાન તે પાણીપુરી ખાતી દેખાઇ હતી.

એક્ટ્રેસ ફિલ્મ ખાનદાની શફાખાનાના પ્રમૉશન માટે સ્ટાર કાસ્ટ બાદશાહ અને વરુણ શર્માની સાથે મસ્તી કરતી હતી. આ દરમિયાન તેને પાણીપુરીનો ચસકો લાગ્યો હતો. વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ડાઇટ પ્લાનની ઐસીતૈસી કરીને પાણીપુરીની મજા માણી રહી છે. વીડિયોમાં એક્ટ્રેસે નિયૉન ગ્રીન કલરનું ટૉપ પહેર્યુ છે, તેની સાથે તેને બ્લેક કલરની જીન્સ પહેરી છે.



ઉલ્લેખનીય છે કે, બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનું અપકમિંગ ફિલ્મ ખાનદાની શફાખાના 2જી ઓગસ્ટે રિલીઝ થઇ રહી છે.