સોનુ નિગમે તેમનો વીડિયો બ્લોગ બનાવીને તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં તેમણે મહામારીમાં યોજાયેલા કુંભમેળાના આયોજન વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, હિન્દુ હોવાના નાતે કહી શકું કે....


દેશમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.રોજ હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થઇ રહ્યાં છે તો અનેક લોકો જિંદગી ગુમાવી રહ્યાં છે. સિંગર સોનૂ નિગમે આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. સોનૂએ તેમના જ પરિવારના એક સભ્યના બીમારીની વાત કરતા કહ્યું કે, હું કોઇ બીજી વિશે તો કંઇ ન કહી શકું પરંતું હું તો હિન્દુ જ છું અને હિન્દુ હોવાના નાતે તો એ કહી શકુંને કે, મહામારીમાં આ આયોજન ન હતું થવું જોઇતું. જો કે સારૂ થયું મોડા મોડા પણ અકક્લ આવી અને તને પ્રતીકાત્મક કરી દવાયું. હું આસ્થાને સમજું છું પરંતુ હું સમજું છું ત્યાં સુધી હાલ કોઇની જિંદગીથી વધારે કંઇ મહત્વનું નથી.


સોનૂ નિગમે કહ્યું...


સોનુ નિગમે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “શું આપને ખબર છે, મને આ સ્થિતિમાં શો કરવાનું મન નથી થતું. કદાચ સમાજિક અંતરવાળા શો થઇ શકે પરંતુ  તે પણ હાલ નહીં. આપણે એ સમજવું જોઇએ કે સમય ખરેખર ખૂબ જ ખરાબ છે. તેને નજર અંદાજ ન કરી શકાય.. મારી પત્ની અને મારો એક સિનિયર પણ હાલ કોરોના સામે જંગ લડી રહ્યાં છે.



મલાઇકા અરોડાએ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા લખ્યું કે, “મહામારી દરમિયાન આવું આયોજન ખરેખર શોકિંગ છે. ફિલ્મ ડાયરેક્ટર ગોપાલ વર્માએ પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, લોકો