Sonu Sood: બોલિવૂડ એક્ટર સોનુ સૂદે લોકડાઉન દરમિયાન લોકોની મદદ કરીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. લોકોની નજરમાં તે કોઈ ભગવાનથી ઓછા નહોતા. તે ટ્વીટ પર લોકોની મદદ કરતો હતો. એવું નથી કે તે આજે કરતો નથી. આજે પણ તેઓ જનતાની સેવામાં ખડે પગે ઉભા છે. આ માટે તેની ઘણી પ્રશંસા પણ થઈ રહી છે. પરંતુ હવે તેના વાયરલ થઈ રહેલા વીડિયોને કારણે તેની ટીકા થઈ રહી છે.


સોનું સૂદનો વીડિયો થયો વાયરલ 


ડિસેમ્બર 2022માં સોનુ સૂદે ટ્વિટર પર એક ક્લિપ પોસ્ટ કરી હતી જેમાં તે ચાલતી ટ્રેનના દરવાજા પર બેઠેલો જોવા મળે છે. જેમ જેમ ટ્રેન આગળ વધે છે, સોનુ તેની બાજુનું હેન્ડલ પકડી રાખે છે અને ચાલતી ટ્રેનમાં હવાનો આનંદ લેતો જોવા મળે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સથી બિલકુલ સહન થઈ રહી નથી. તેઓએ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું અને અભિનેતાને બેદરકાર કહેવા લાગ્યા.આ દરમિયાન રેલવેએ પણ તેમની પ્રતિક્રિયા નોંધી હતી.






લોકોએ સોનુ સૂદની ટીકા કરી


એક યુઝરે લખ્યું- દેશભરના ઘણા લોકો માટે રોલ મોડલ હોવાને કારણે તમારે આવા વીડિયો પોસ્ટ કે પ્રોત્સાહિત ન કરવા જોઈએ! જો તમારા ચાહકો આ રીતે ચાલતી ટ્રેનના દરવાજા પર બેસીને વીડિયો બનાવવાનું શરૂ કરી દે તો તેનાથી તેમનો જીવ જોખમમાં મુકાઈ જશે. એકે લખ્યું- સોનુ સૂદ આ ખતરનાક છે.






 


સોનુ સૂદ માટે મુંબઈ રેલવે પોલીસનું ટ્વીટ


મુંબઈ રેલવે પોલીસના અધિકૃત હેન્ડલ પર ટિપ્પણી કરી અને કહ્યું, ફૂટબોર્ડ પર મુસાફરી એ સોનુ સૂદની ફિલ્મોમાં 'મનોરંજન'નું સાધન બની શકે છે, વાસ્તવિક જીવનમાં નહીં! ચાલો તમામ સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરીએ અને બધા માટે 'હેપ્પી ન્યૂ યર'ની ખાતરી કરીએ.






 


ઉત્તર રેલવેએ સોનુ સૂદ માટે ટ્વિટ કર્યું


ઉત્તર રેલવેએ એક ટ્વિટમાં લખ્યું, 'પ્રિય સોનુ સૂદ, તમે દેશ અને દુનિયાના કરોડો લોકો માટે આદર્શ છો. ટ્રેનના પગથિયાં પર મુસાફરી કરવી ખતરનાક છે, આ પ્રકારનો વીડિયો તમારા ચાહકોને ખોટો સંદેશ મોકલી શકે છે. કૃપા કરીને આ ન કરો! સરળ અને સલામત પ્રવાસનો આનંદ માણો.'