Allu arjun arrest:હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને 'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની મહિલાનું મૃત્યુ થયું હતું.
હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને 'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો.
ફિલ્મ 'પુષ્પા-2' અને ખુદ અલ્લુ અર્જુનની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે લોકો તેની એક ઝલક જોવા આતુર છે. આ ઘટનામાં , તેઓ તેમની ફિલ્મના પ્રમોશન માટે અલગથી જઈ રહ્યા હતા અને તે જ ક્રમમાં તેઓ સંધ્યા થિયેટરમાં પણ પહોંચ્યા હતા. કદાચ તેમને અંદાજ પણ ન હતો કે અહીં આટલી ભીડ હશે. પરંતુ અહીં ભારે ભીડ એકઠી થઈ ગઈ, જેના કારણે આ દુ:ખદ ઘટના બની.
તે (અલ્લુ અર્જુન) અકસ્માત બાદથી પીડિત પરિવારને મદદ કરી રહ્યો છે. તેમણે આ અકસ્માત અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારને આર્થિક મદદ અને સારવારનું વચન આપ્યું હતું. અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.
સંધ્યા થિયેટરનું શું હતી ઘટના
અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2: ધ રૂલ 5મી ડિસેમ્બર 2024ના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી.. એક દિવસ પહેલા બુધવારે રાત્રે હૈદબાદમાં આરટીસી ઇન્ટરસેક્શન સ્થિત સંધ્યા થિયેટરમાં પ્રીમિયર શો થયો હતો, જ્યાં અલુ અર્જુન પહોચ્યાો હતો આ દરમિયાન ભીડ બેકાબૂ થઇ ગઇ હતી અને નાસભાગ મચી જતાં ભાગદોડમાં 39 વર્ષીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને લઇને જ આજે સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના બાદ અભિનેતાએ દુર્ઘટના અને મોતને લઇને સંવેદના પ્રગટ કરતા મૃતકના પરિવારને શક્ય તેટલી મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.