મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહે અભિનેત્રી મદાલસા સાથે કર્યા લગ્ન, જુઓ Wedding Album
એબીપી ન્યુઝે મદાલસાની માતા શીલા શર્માનો સંપર્ક કર્યો તો લગ્નને લઈને તેની પહેલી પ્રતિક્રિયા હતી, અમારી ખુશી માટે કોઈ સ્થાન નથી, હું બહુ જ ખુશ છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમદાલસાએ કહ્યું હતું કે, મારા માટે તે આખી દુનિયામાંથી સારો વ્યક્તિ છે. તેનાથી સારા વ્યક્તિને હું આજ સુધી મળી નથી. મને લાગે છે કે તેનાથી સારો લાઈફ પાર્ટનર મળવો મારા માટે શક્ય નથી.
મદાલસાએ સાઉથ ફિલ્મોમાં જેમ કે ‘ફિટિંગ માસ્ટર’, ‘આલસ્યમ અમ્રુતમ’, ‘પઠાયમરામ કોડી’ અને ‘પટિયાલા ડ્રીમ’માં કામ કર્યું છે. જ્યારે મહાક્ષયે પોતાના કરિયરની શરૂઆત બોલિવૂડ ફિલ્મ ‘જિમી’થી કરી હતી.
આ તસવીરમાં મિથુન ચક્રવર્તી પણ જોવા મળ્યો હતો. આ અભિનેતા છેલ્લા ઘણાં સમયથી બિમાર હાલતમાં છે. આ તસવીરમાં પણ તે બહુ જ કમજોર જોવા મળ્યા હતાં. પરંતુ ચાહકો તેના માટે તેની એક ઝલક જોવા રાહ જોઈને બેઠા હતાં.
લગ્ન બાદ આ તસવીર જોવા મળી હતી જેમાં આખો પરિવાર જોવા મળ્યો હતો.
મદાલસાએ કહ્યું હતું કે, તેના મનમાં મિમોહ સાથે લગ્ન કરવાને લઈને કોઈ પણ શંકા નહોતી. જોકે મારા માટે મારા પતિ પર લાગેલા તમામ આરોપો વિષે કંઈ કહેવું સારું નથી. આ સિવાય હું બધાં માટે સારું જ વિચારું છું. હવે મેં મિમોહ સાથે નવી જિંદગીની શરૂઆત કરી છે અને મારા મનમાં કોઈ પ્રકારનો અફસોસ નથી.
આ વિવાદો વચ્ચે મહાક્ષય અને મદાલસા ગઈકાલે જ લગ્નગ્રંથીથી જોડાયા અને એકબીજાના થઈ ગયા.
મહાક્ષય પર કેસની વાત કરવામાં આવે તો એક અભિનેત્રીએ મહાક્ષય પર લગ્નની લાલચ અને છેતરપિંડી કરીને દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે મહાક્ષયે એક દવા આપીને તેને ગર્ભ કરાવી દીધું હતું. મહાક્ષયના લગ્ન હતા તે જ દિવસે પોલીસ લગ્ન સ્થળે પહોંચી હતી. જોકે આ પહેલા નવી દિલ્હીની કોર્ટે સાત જુલાઈએ મહાક્ષય અને તેની માતાને જામીન આપ્યા હતાં.
લગ્નને લઈને પહેલા પણ બહુ જ બબાલ થઈ હતી. મહાક્ષય સામે દુષ્કર્મ અને છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે અને તે હાલ જામીન પર બહાર છે.
આ પ્રસંગે મદાલસા લાલ રંગના લહેંગામાં ખુબસુરત લાગી રહી હતી જ્યારે મહાક્ષય ગોલ્ડન શેરવાનીમાં જોવા મળ્યો હતો.
ગઈકાલે લગ્ન બાદ બન્નેએ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી હતી. મહાક્ષય ઉર્ફ મિમોહે પોતાના લગ્નની થોડી તસવીરો પોસ્ટની સાથે કેપ્શન પણ લખ્યું હતું. તસવીરો પોસ્ટ કર્યા બાદ ચાહકોએ કોમેન્ટ કરીને શુભેચ્છા પાઠવી હતી.
મુંબઈ: દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીનો પુત્ર મહાક્ષય મંગળવારે અભિનેત્રી મદાલસા શર્મા સાથે લગ્નગ્રંથીથી જોડાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -