મુંબઈ: જેના લગ્નમાં શ્રીદેવી દુબઈ ગઈ હતી તે ભાણેજવહુ મામી શ્રીદેવીની પુત્રીઓને સાંત્વના આપવા પહોંચ્યા અનિલ કપૂરના ઘરે
મુંબઈ: બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનું નિધન શનિવારે રાતે દુબઈની એક હોટલમાં બાથટબમાં ડૂબી જવાથી થયું છે. શ્રીદેવીનો પાર્થિવ દેહ હજુ મુબંઈ લાવવામાં નથી આવ્યો. શ્રીદેવીના અવસાનની ખબરથી શોકમગ્ન સેલિબ્રિટિઝ અને પ્રશંસકો તેના દેવર અનિલ કપૂરના ઘરે પહોંચી રહ્યાં છે. જ્યાં શ્રીદેવીની બન્ને દિકરીઓ જાહ્નવી અને ખૂશી કપૂર છે. મોહિત મારવાહ પત્ની અંતરા મોતીવાલા સાથે અનિલ કપૂરના ઘરે પરિવારને સાંત્વના પાઠવવા આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીદેવીના નિધનના સમાચાર સાંભળ્યા બાદ બોલિવૂડમાં ઘેરો આઘાત લાગ્યો છે. બોલિવૂડ સેલેબ્સ અનિલ કપૂરના શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, રણવિર સિંહ, શેખર કપૂર, અનંત અંબાણી, દિવ્યા દત્તા, સારા અલી ખાન સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.
સોમવારે મોહિત અને અંતરા, શ્રીદેવીની બંન્ને દિકરીઓને મળવા અનિલ કપૂરના ઘરે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શ્રીદેવી ભાણેજ મોહિત અને અંતરાના લગ્નમાં 18 ફેબ્રુઆરીએ દુબઈ ગઈ હતી.તેની સાથે પતિ બોની કપૂર અને દિકરી ખુશી પણ લગ્ન સમારોહમાં સામેલ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -