Hansika Motwani Sohael Khaturiya Wedding: સાઉથ એક્ટ્રેસ હંસિકા મોટવાણી 4 ડિસેમ્બર રવિવારે પોતાના બૉયફ્રેન્ડ અને બિઝનેસ પાર્ટનર સોહેલ કથૂરિયાની સાથે લગ્નના બંધનમાં બંધાઇ જશે, એક્ટ્રેસે આ વર્ષે નવેમ્બરમાં સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં એક્ટ્રેસને પ્રપૉઝ કરવા માટે સોહેલ કથૂરિયા પેરિસના એફિલ ટાવરની સાથે ગોઠણ પર બેસેલો દેખાયો હતો, આની સાથે જ હંસિકા મોટવાણીએ પોતાની સગાઇનુ એનાઉન્સમેન્ટ કરી દીધુ હતુ. હવે આ કપલનુ ડ્રીમ વેડિંગ પણ ખુબ ચર્ચામાં છે, અને ફેન્સ તેમના લગ્નના ફન્ક્શનની દરેક વાત જાણવા ઉતાવળી બન્યા છે. 


ફ્રાઇડેએ સૂફી નાઇટનું કરવામાં આવ્યુ હતુ આયોજન - 
ઉલ્લેખનીય છે કે હંસિકા મોટવાણી અને સોહેલ કથૂરિયાના વેડિંગ સેલિબ્રેશન ઓફિશિયલી રાજસ્થાનના જયપુરમાં મુંડોટ્ટા કિલ્લા અને પેલેસમાં 1 ડિસેમ્બર, ગુરુવારે મેહન્દી સેરેમની સાથે શરૂ થયા, કપલની પ્રી વેડિંગનુ સેકન્ડ સેલિબ્રેશન ફ્રાઇડે નાઇટે મ્યૂઝિક ફન્કશનથી થયુ, હંસિકા મોટવાણી અને તેના થનારા હસબન્ડે સ્પેશ્યલ સૂફી નાઇટનુ આયોજન કર્યુ હતુ, ઇવેન્ટમાં કપલની ગ્રાન્ડ એન્ટ્રીનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર છવાયેલો છે. 






સૂફી નાઇટમાં એકદમ સુંદર દેખાઇ હંસિકા મોટવાણી  - 
સૂફી નાઇટ દરમિયાન હંસિકા મોટવાણીએ એકવાર ફરીથી ફેશન ગૉલ સેટ કરી દીધો, સૂફી નાઇટ ફન્ક્શનમાં હંસિકા મોટવાણી અને સોહેલે આઇવરી કલરમાં ટ્વીનિંગ કરી હતી, થનારા બ્રાઇડે મિરર-એમ્બેલિશ્ડ શરારા પહેરેલો હતો, આ આઉટફિટમાં હંસિકા મોટવાણી એકદમ સુંદર લાગી રહી હતી. તેમને પોતાના લૂકને સ્ટેટમેન્ટ નેકલેસ, મેચિંગ ઇયરરિંગ્સ, માંગ ટીકા અને પાસામાં કમ્પ્લેટ કર્યો હતો.