મુંબઈ: કૉમેડિયન કપિલ શર્માના શોમાં ભૂરીની ભૂમિકામાં નિભાવનારી સુમોના ચક્રવતીને ફેન્સ ખૂબ પસંદ કરે છે. ટીવી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીએ હાલમાં જ સ્મોકિંગ જેવી ખરાબ આદતથી છુટકારો મેળવી લીધો છે. તેણે પોતાના આ સંઘર્ષનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઉલ્લેખ કર્યો છે. સુમોના ચક્રવતીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી, 'I quit, did you?'પોસ્ટર શેર કરી અને આ ખરાબ આદતમાંથી બહાર નિકળવાનો સંઘર્ષ સંભળાવ્યો હતો. સુમોનાએ કહ્યું, બે વર્ષ પહેલા એક ખાસ મિત્રના જન્મદિવસ પર મે સ્મોકિંગ કરવાનું બધ કર્યું હતું. મે આ નિર્ણય અચાનક કર્યો હતો. તેના માટે મે નિકોટિન પૈચ, વેપ અથવા બીજી કોઈ વસ્તુનો સહારો નથી લીધો. સુમોનાએ આગળ લખ્યું, મે સિગરેટને અડી પણ નથી. હવે મારૂ શરીર પણ સ્મોકિંગને રિજેક્ટ કરે છે. હવે હું તે રૂમમાં નથી ઉભી રહી શકતી જ્યાં કોઈ સ્મોકિંગ કરી રહ્યું હોય. 'ધ કપિલ શર્મા' શોમાં કપિલ શર્માની પત્નીનો રોલ પ્લે કરી પોપ્યુલર થયેલી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી તે વખતે ચર્ચામાં આવી જ્યારે શોના સેટ પરથી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે સ્મોકિંગ કરતી જોવા મળી હતી. વીડિયો વાયરલ થયા બાદ યૂઝર્સે તેને ટ્રોલ કરી હતી.