નવી દિલ્હીઃ સની દેઓલનો દીકરો કરણ દેઓલ ફિલ્મ પલ પલ દિલ કે પાસથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ફિલ્મને ખુદ સની દેઓલ ડાયરેક્ટ કરી રહ્યા છે. હાલમાં જ ફિલ્મનું ટાઈટલ ટ્રેક રિલીઝ થયું જેને સારો પ્રતિભાવ મળ્યો છે. આ ગીતમાં કરણનો રોમાન્ટિક અંદાજ જોવા મળ્યો છે. ગીતમાં એક કિસિંગ સીન પણ છે જે ખૂબ જ ચર્ચામાં છે.

કરણે કહ્યું કે, પિતાની સાથે કિસિંગ સીન શૂટ કરતા સમયે ખૂબ જ અજીવ લાગી રહ્યું હતું. પેરેન્ટ્સ સામે કિસ કરવામાં કોઈપણ બાળક કમ્ફર્ટેબલ ન હોય અને આ સામાન્ય વાત છે. પરંતુ તેમ છતાં મેં આ સીન કર્યો કારણ કે મને ખબર છે કે આ કિસિંગ સીન ફિલ્મની કહાનીની જરૂરત હતી.


ફિલ્મનાં ગીતને કરણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યું છે. ગીતમાં અરિજીતનો અવાજ છે. પહેલી જ ફિલ્મમાં કરણ દેઓલે લિપ લોક સીન આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 20 સપ્ટેમ્બરે રિલીઝ થવાનું છે. ટીઝર જોતાં જ ખબર પડે કે રોમાંસ સાથે એડવેંચરને લગતી કોઈ સ્ટોરી હશે. છેલ્લા ઘણા સમયથી કરણ દેઓલ પોતાની ફિલ્મને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સની દેઓલે કર્યું છે.