સની લિયોનીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો વાયરલ
abpasmita.in | 05 Dec 2019 10:05 PM (IST)
ફિલ્મફેર ગ્લેમરસ એન્ડ સ્ટાઇલીશ એવોર્ડ બાદ સની લિયોનીની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
મુંબઈ: મુંબઇમાં ફિલ્મફેર ગ્લેમરસ એન્ડ સ્ટાઇલીશ એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં બોલિવૂડના સેલેબ્રિટીએ હાજરી આપી હતી. તમામ સેલેબ્સની વચ્ચે સની લિયોનીએ બધાનું ધ્યાન પોતાની તરફ આર્કષિત કર્યું હતું. આ એવોર્ડ સમારોહમાં સની લિયોની ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજમાં પહોંચી હતી. ફિલ્મફેર ગ્લેમરસ એન્ડ સ્ટાઇલીશ એવોર્ડ બાદ સની લિયોનીની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. સનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. સની બ્લૂ ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી. સનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાંની સાથે જ વાયરલ થઇ રહી છે. સની લિયોન હાલમાં તેની અપકમિંગ વેબસિરીઝ 'રાગીની એમએમએસ રિટર્ન'ની સિઝન 2માં નજર આવી રહી છે. જેનાં વીડિયો અને પોસ્ટરને કરાણે તે ચર્ચામાં છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)