Sushant  Birth Anniversary  :દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની 37મી જન્મજયંતિ પર તેની બહેન શ્વેતાએ તેને યાદ કરતા  એક અનસીન તસવીર શેર કરી છે. આ સાથે ભાઈ માટે એક ઇમોશનલ નોટ પણ લખી છે.


આજે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો જન્મ દિવસ છે. દિવંગત અભિનેતાના જન્મદિવસ પર, બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેમને યાદ કરીને એક ભાવનાત્મક નોટ લખી છે અને સુશાંતની તેમના બાળકો સાથેની એક Unseen તસવીર પણ શેર કરી છે. સુશાંત 2020માં મુંબઈના બાંદ્રામાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો.


શ્વેતાએ તેના બાળકો સાથે સુશાંતની તસવીર શેર કરી હતી


સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ તેના 37માં જન્મદિવસ પર તેના સ્વર્ગસ્થ ભાઈને યાદ કરતા  ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બાળકો સાથે સ્વર્ગસ્થ અભિનેતાની એક Unseen તસવીર શેર કરી છે જેમાં શ્વેતાની પુત્રી સુશાંતને ગાલ પર કિસ  કરતી જોવા મળી રહી છે. તસવીરમાં સુશાંતનો ભત્રીજો પણ જોવા મળી રહ્યો છે.


શ્વેતાએ ભાઈ સુશાંતને યાદ કરીને ઈમોશનલ નોટ લખી


થ્રોબેક તસ્વીર શેર કરતા, શ્વેતાએ એક ભાવનાત્મક નોટ પણ લખી છે જેમાં લખ્યું, "હેપ્પી બર્થડે મારા પ્યારા સા મીઠી સા ભાઈ... તમે જ્યાં પણ હોવ ત્યાં હંમેશા ખુશ રહો (મને લાગે છે કે તમે કૈલાશમાં શિવજી સાથે ફરતા હશો) અમે તને અનંત શક્તિથી પ્રેમ કરીએ છીએ, ક્યારેક આપે નીચે  પણ જોવું જોઇએ કે, આપે કેવો અને કેટલો જાદુ કર્યો છે. તમે તમારા જેવા ગોલ્ડ હાર્ટવાળા ઘણા સુશાંતને જન્મ આપ્યો છે. મેરા બચ્ચા મને તારા પર  ખૂબ ગર્વ છે અને હંમેશા રહેશે. #sushantday #sushantmoon.


 






એક પૂર્વ કર્મચારીએ સુશાંતની હત્યાનો દાવો કર્યો હતો


અગાઉ, શ્વેતાએ મુંબઈની કૂપર હોસ્પિટલના ભૂતપૂર્વ કર્મચારી દ્વારા કરાયેલા ચોંકાવનારા દાવા પર પ્રતિક્રિયા આપી હતી કે, સુશાંત સિંહ રાજપૂતની "હત્યા" કરવામાં આવી હતી. રૂપકુમાર શાહ, જેમણે જૂન 2020 માં સુશાંત સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ જોયું હતું, તેણે તાજેતરમાં દાવો કર્યો હતો કે અભિનેતાએ આત્મહત્યા કરી નથી અને તેના શરીર પર "ફ્રેક્ચરના નિશાન" છે. જો કે, શાહ, જેઓ ઓક્ટોબર 2022 માં કૂપર હોસ્પિટલમાંથી નિવૃત્ત થયા હતા, તેમણે તેમના દાવાઓના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા.


શ્વેતાએ સુશાંતની હત્યાના દાવા પર સીબીઆઈને અપીલ કરી હતી


તે જ સમયે, શ્વેતાએ હત્યાના દાવાની તપાસ કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને અપીલ કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર સમાચારનો સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં લખ્યું હતું કે, "સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી: ઓટોપ્સી સ્ટાફ ચોંકાવનારો દાવો કરે છે." સ્ક્રીનગ્રેબ શેર કરતા શ્વેતાએ લખ્યું, “જો આ દાવામાં થોડી પણ સત્યતા હોય તો અમે સીબીઆઈને વિનંતી કરીએ છીએ કે તે ખરેખર ગંભીરતાથી તપાસ કરે. અમે હંમેશા માનીએ છીએ કે તમે લોકો નિષ્પક્ષ તપાસ કરશો અને અમને સત્ય જણાવશો. જો કે હજી સુધી કોઈ ક્લોઝર નથી મળ્યું  જેથી અમે  દુઃખી છીએ. #justiceforsushantsinghrajput.