નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ્સ સાથે જોડાયેલું તથ્ય સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કેસ દાખલ કર્યો છે. EDએ અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી અને આ દરમિયાન ડ્રગ્સ સાથે સંકળાયેલી વાત બહાર આવી હતી. જે બાદ ઈડીએ સીબીઆઈ અને એનસીબીને કેટલાક પૂરાવા પણ આપ્યા હતા.


રિયાના વકીલે આરોપને પૂરી રીતે ફગાવી દીધા છે. અભિનેત્રીના વકીલ સતીશ માનેશિંદેએ આરોપોના જવાબમાં કહ્યું, રિયાએ તેના જીવનમાં ક્યારેય માદક પદાર્થોનું સેવન કર્યુ નથી. તે બ્લડ સેમ્પલ માટે પણ તૈયાર છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીના વોટ્સએપ ચેટથી માત્ર મોટા ખુલાસા જ નથી થયા પરંતુ આ સમગ્ર મામલે નવો વળાંક પણ આવ્યો છે. રિયા ચક્રવર્તીના ડિલીટ કરવામાં આવેલ વ્હોટ્સએપ ચેકને ઈડીએ રીટ્રીવ કર્યા છે.



રિયાના કેટલાક મેસેજ સામે આવ્યા છે જેમાં તેણે નવેમ્બર 2019માં ટેલેન્ટ મેનેજમેન્ટ કર્મચારી જયા સાહા અને કથિત ડ્રગ ડીલર ગૌરવ આર્યા સાથે ચેટમાં કથિત રીતે સુશાંતને ડ્રગ આપવાની વાત કહી છે.

રિયા અને જયા સાહા વચ્ચેની ચેટ સામે આવી છે જે 28 નવેમ્બર 2019ની છે. તેમાં રિયાને જયા કહે છે, “મેં તેને શ્રૃતિ સાથે કો-ઓર્ડિનેટ કરવા માટે કહ્યું છે.” બીજી ચેટમાં રિયા કહે છે. “થેંક્યું સો મચ.” તેના જવાબમાં જયા કહે ચે. “નો પ્રોબ્લેમ બ્રો, આસા છે કે આ મદદગાર હશે. ”

એક અન્ય ચેટ પણ 25 નવેમ્બર 2019ની છે. આ ચેટમાં રિયા ચક્રવર્તીને જયા કહે છે, ‘ચા, કોપી અથવા પાણીમાં 4 ટીપાં નાંખી અને તેને પીવડાવી દે. અસર જોવા માટે 30-40 મિનિટ રાહ જોવી.’ ત્યાર બાદની ચેટ સેમ્યુઅલ મિરાંડા અને રિયા વચ્ચેની છે.

નોંધનીય છે કે, તપાસ દરમિયાન એક મોટો ખુલાસો કર્યો છે કે રિયા ચક્રવર્તી એક ડ્રગ ડીલરના સંપર્કમાં હતી. આ મામલાની આગળની તપાસ માટે ઇડીએ નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો (એનસીબી) પાસે મદદ માંગી હતી. જે બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કેસ દાખલ કર્યો છે.