તસવીર સુષ્મિતા અને રોહમને બન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. રોહમને આ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું, “મને તેના ડિંપલ્સથી પ્રેમ છે.” જ્યારે રોહમનની આ પોસ્ટને સુષ્મિતાએ શેર કરતાં કેપ્શનમાં લખ્યું, “મારી સ્માઈલનું કારણ. હું તને પ્રેમ કરું છું રોહમન.”
હાલમાં સુષ્મિતા સેન વેકેશન એન્જોય કરી રહી છે. સુષ્મિતા દીકરીઓ અને બોયફ્રેન્ડ સાથે અવારનવાર તસવીરો શેર કરતી જોવા મળે છે. તેણે પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઘણી તસવીરો શેર કરી છે.
એક વાત ખુબ ઓછા લોકો જાણતા હશે કે રોહમન અને સુષ્મિતાની મુલાકાત એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી જ થઈ હતી અને આજે એ મુલાકાત જાહેરમાં કિસ કરવા સુધી પહોંચી ગઈ છે. રોહમનનો પહેલા મેસેજ આવ્યો હતો અને એનો જવાબ આપ્યો. ત્યારથી બંન્ને ખુબ સાથે જોવા મળી રહ્યાં છે.