પોતાનાથી 15 વર્ષ નાના કથિત બોયફ્રેન્ડ સાથે સુષ્મિતાએ શેર કરી તસ્વીર, અફેરને કર્યું કન્ફર્મ! જુઓ તસ્વીર
Download ABP Live App and Watch All Latest Videos
View In App42 વર્ષની સુષ્મિતા પોતાની ફિટનેસને લઇને ખૂબજ એક્ટિવ રહે છે, અને તેની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહી છે.
આ કપલ જલ્દીજ લગ્ન કરશે તેવા પણ અહેવાલ સામે આવ્યા હતા. જો કે વિતેલા દિવસોમાં સુષ્મિતાએ એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે હજું લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી.
મુંબઇ: એક્ટ્રેસ સુષ્મિતા સેન હાલમા તેના કથિત બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે અફેરના કારણે ચર્ચામાં છે. બન્નેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હાલમાં ફરી એકવાર સુષ્મિતાએ બોયફ્રેન્ડ સાથે એક તસવીર શેર કરી છે. જેમાં બન્નેની જબરજસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
આ તસવીરને ચાહકો ખૂબ પંસદ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા સુષ્મિતા અને રોહમન પોતાના અફેર પર કહ્યું હતું કે તેઓ માત્ર સારા મિત્ર છે પરંતું, સુષ્મિતાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી છે જેને લઇને અનુમાન લગાવવામાં આવી કર્યું છે કે. બન્નેએ પોતાના રિલેશનને કન્ફર્મ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સુષ્મિતા અને રોહમન ગત વર્ષે ગાલામાં એક ફેશન શો માં મળ્યા હતા. ત્યારે બાદ બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -