તમને જણાવીએ કે, સ્વામી ઓમ 2017માં બિગ બોસમાં જોવા મળ્યા હતા. આ સીઝનમાં તેમના કારણે ઘણો વિવાદ થયો હતો. આ સોમાં તે ઘણી વકત પોતાની મર્યાદા ઓળંગી જતા હતા. આ જ કારણે તેને ઘરમાંથી બહાર કરવામાં આવ્યા હતા. બિગ બોસમાં ગયા બાદ અનેક હિંદુ સંગઠનોએ સ્વામી ઓમનો બહિષ્કાર પણ કર્યો હતો.
2019માં ચૂંટણી લડ્યા હતા
સ્વામી ઓમે 2019ની લોકસભા ચૂંટણીમાં નવી દિલ્હી લોકસભા સીટથી ચૂંટણી લડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હિંદુ વિરોધી વલણની વિરૂદ્ધ ચૂંટણી લડી રહ્યા છે.