હસ્તમૈથુન વાળા સીનના કારણે વિવાદમાં ફસાયેલ સ્વરાએ હવે ‘ઓર્ગેઝમ ઇનઇક્વાલિટી’ જેવા મુદ્દાઓ પર વાત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે ભારતમાં 70 ટકાથી વધુ મહિલાઓ દર વખતે સેક્સ દરમિયાન ઓર્ગેઝમ ફીલ નથી કરતી અને એને જ ઓર્ગેઝમ ઇનઇક્વાલિટીનું નામ આપવામાં આવ્યું છે. સ્વરા ભાસ્કરે આ મુદ્દાને સપોર્ટ કરતા એક વીડિયો શેર કર્યો છે. સ્વરાએ કહ્યું કે ભારતમાં પહેલાથી જ સામાજિક અને જાતિય અસમાનતા છે અને હવે આપણે આ લિસ્ટમાં ‘ઓર્ગેઝમ ઇનઇક્વોલિટી’ને સામેલ નથી કરી શકતા.
જોકે આ મદ્દા પર વાત કરતાં સ્વરા ભાસ્કર ફરી એક વખત ટ્રોલ થઈ છે. કેટલાક યૂઝર્સને સ્વરાની આ વાત પસંદ ન આવી અને તેને ટ્રોલ કરવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સ્વરા ઘણી વખત તેના બેબાક નિવદનોના કારણે સોશિયલ મીડિયા પર યૂઝર્સના નિશાન પર રહી છે.