નવી દિલ્હીઃ મનમર્જિયા, બદલા અને જુડવા-2 જેવી ફિલ્મોમાં જોવા મળેલ બોલિવૂડની જાણીતી એકટ્રેસ તાપસી પન્નૂ હાલમાં ચર્ચામાં છે. તેણે પોતાના જીવનના એવા દિવસોને યાદ કર્યા છે જેને લઈને તે આજે પણ શરમ અનુભવે છે. ત્યારે તે એક્ટર વિકી કૌશલની સાથે હતી અને બન્ને નશામાં હતા.

મુંબઈ મિરરના રિપોર્ટ મુજબ, તાપસી પન્નુએ જણાવ્યું, “ફિલ્મની રૅપ-અપ પાર્ટી (ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદની પાર્ટી) વખતે એટલો દારુ પીધો કે નશો ચડી ગયો.”



તાપસીએ કહ્યું, “હું અને વિકી બંને ખૂબ નશામાં હતા. અમે બંને ગાર્ડનમાં આરામ કરતા હતા. એ દિવસે હું ત્યાં જ સૂઈ જવા માગતી હતી.” આ વાત પર વિકી કૌશલે કહ્યું કે, “શૂટિંગ માટે જે હોટલમાં રોકાયા હતા તેનો ગાર્ડન એરિયા હતો. અમે બધા ડિનર બાદ ત્યાં જતા હતા. એ રાત્રે તાપસી નશામાં હતી અને ત્યાં જ ઊંઘી જવા માગતી હતી. મેં એને ત્યાં જવા માટે ખૂબ મનાવી. મેં તેને કહી દીધું કે હું જાઉં છું.”



જણાવી દઈએ કે, 2018માં રિલીઝ થયેલી ‘મનમર્ઝિયા’ લવ ટ્રાઈએન્ગલ પર આધારિત છે. આ ફિલ્મમાં વિકી અને તાપસી સિવાય અભિષેક બચ્ચન પણ લીડ રોલમાં હતો. આ ફિલ્મ અનુરાગ કશ્યપે ડાયરેક્ટ કરી છે.