ટપુની મમ્મી ‘દયાભાભી’ રિયલ લાઈફમાં બન્યા માતા, દીકરીને આપ્યો જન્મ
પ્રેગ્નેન્સી દરમિયાન દિશાની સાસુ તેમનું ખુબ ધ્યાન રાખતા હતા. તે શૉના સેટ સુધી મુકવા પણ આવતા હતા. મેકર્સે પણ તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શૂટના કલાક ઓછા કરી દીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશાની પ્રેગ્નેન્સી દરમિયાન અટકળો હતી કે મેકર્સ અન્ય કોઈ ચહેરાની તલાશમાં છે. પરંતુ પછીથી પ્રોડ્યુસર અસિત મોદીએ ખુલાસો કર્યો હતો કે દિશા શૉમાં કામ ચાલુ જ રાખશે.
સબ ટીવીના લોંગ રનિંઘ શો ’તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની દયાબેન માતા બની ગયા છે. દિશા વાકાણીએ પોતાની પ્રેગનેન્સીના કારણે ઘણાં સમયથી શોમાંથી ગાયબ રહ્યા હતા. ત્યારે સીરિયલમાં ટપ્પૂની માતાની ભૂમિકા ભજવનાર દિશા વાકાણી હવે રિયલ લાઈફમાં એક દીકરીના માતા બની ગયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિશા વાકાણીને ડોક્ટરે 20 ડિસેમ્બરની ડિલીવરી ડેટ આપી હતી, પરંતુ તેમની નાનકડી પરી 20 દિવસ પહેલા જ દુનિયામાં આવી ગઈ. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણીએ 2015માં મુંબઈના મયૂર પાંડા સાથે લગ્ન કર્યા હતા. અત્યારે બન્ને પરિવારમાં ખુશીનો માહોલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -