નવી દિલ્હીઃ જાણીતી અને લૉકપ્રિય ટીવી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને લઇને હવે એક નવા સમાચાર સામે આવ્યા છે, આ સમાચાર ગુજરાતી કલાકાર એવા ઘનશ્યામ નાયક વિશે, ટીવી સીરિયલમાં નટુકાકાની ભૂમિકા નિભાવનારા ઘનશ્યામ નાયક આજકાલ શૉમાંથી ગાયબ છે. ત્યારે તેના વિશે લોકો સોશ્યલ મીડિયા પર ચર્ચા કરી રહ્યાં છે કે, નટુકાકા એટલે કે કલાકાર ઘનશ્યામ નાયક આજકાલો લૉકડાઉનના કારણે બેકાર થઇ ગયા છે. જોકે, હવે આ અંગે ખુદ ઘનશ્યામ નાયકે ખુલાસો કરીને પોતે આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યાં હોવાની વાતને ફગાવી દીધી છે. 


પોતાના વિશે સોશ્યલ મીડિયા પર બેરોજગાર થવાની અફવા ઉડ્યા બાદ ઘનશ્યામ નાયકે ખુલાસો કરતા કહ્યું- મે શૉમાંથી બ્રેક નથી લીધો, હું સમજી નથી શકતો કે લોકો આટલુ બધુ નેગેટિવ કેમ વિચારે છે, આ સમય એવો છે કે દરેક વ્યક્તિ મજબૂર છે. ઉલ્લેખનીય છે કે, હાલ મહારાષ્ટ્રમાં વધતા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સીનિયર સીટીજન્સને ઘરમાં રહેવાની સલાહ આપી છે, જેના કારણે નટુકાકા હાલ શૉમાંથી ગાયબ છે. 


ઘનશ્યામ નાયકે કહ્યું- અમે પ્રકારની સાવધાનીઓ વરતી રહ્યાં છીએ, શૉના નિર્માતાએ અમારી ભલાઇ માટે આવુ પગલુ ભર્યુ છે, અને મને લાગે છે કે તેમને આ ફેંસલો બરાબર છે. આ બધુ બરાબર થતાં જ હુ પાછો જલ્દી સેટ પર વાપસી કરીશ, અને લોકોનુ એન્ટરટેન્ટ કરીશ. મારા બાળકો આવા સમયમાં જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યાં છે, મને આ બધુ જોઇને આનંદ થાય છે કે આપણે કોઇને કામ આવી શકીએ છીએ. હું બેરોજગાર નથી. 


શૉના કેટલાય કલાકારો થયા હતા સંક્રમિત.....
ઉલ્લેખનીય છે કે, શૉના પ્રૉડ્યૂસર અસિત કુમાર મોદી અને શૉમાં ગોળીની ભૂમિકા નિભાવનાર કુશ શાહ સહિત કેટલાય એક્ટરો કોરોનાની ઝપેટમાં આવીને સંક્રમિત થયા હતા. જોકે હવે બધા ઠીક છે, અને કેટલાક ઠીક થઇ રહ્યાં છે. પરંતુ મુંબઇમાં કોરોનાના વધતા કેસોના કારણે શૂટિંગ રોકાવવાના કારણે સેટ પર કોઇની વાપસી નથી થઇ રહી. આ પહેલા એક ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યુ હતુ કે તે છેલ્લા એક મહિનાથી ઘરમાં જ છે. તેમને પણ પણ ખબર નથી કે તેમને શૂટિંગ માટે ફરીથી ક્યારે બોલાવવામાં આવશે કે શૉમાં તેમના રૉલનુ શૂટિંગ ક્યારે શરૂ થશે. તેમને કહ્યું- કોરોના વાયરસ મહામારીના કારણે હાલ તો શૉના શૂટિંગને પુરેપુરી રોકી દેવામાં આવ્યુ છે.