‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન બાદ આ એક્ટ્રેસ પણ છોડશે શો, જાણો શું છે કારણ
સોનુની સાથે જ સીરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ દિશાને સીરિયલમાંથી દૂર કરવાની વાત કરી છે. હવે જોવાનું રહેશે કે સીરિયલમાં આ ફેરફાર ક્યારે થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ હવે સીરિયલના મેકર્સ ઇચ્છે છે કે, સોનુ સંપૂર્ણ રીતે સ્ટડી પર ધ્યાન આપે અને સીરિયલ છોડી દે. આ કારણે જ આવનારા એપિસોડમાં સોનુના પાત્રને દૂર કરવા માટે તે અભ્યાસ માટે વિદેશ જાય તેવું બતાવવા અંગે વિચારણા ચાલી રહી છે.
મુંબઈઃ ટીવીની જાણીતી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. શોમાં દયાબેન ઉર્ફે દિશા વાકાણી લાંબા સમયથી અદ્રશ્ય છે. આવામાં જાણવા મળી રહ્યું છે કે, સીરિયલમાંથી વધુ એક પાત્ર દૂર થઇ શકે છે. સીરિયલમાં ટપુ સેનામાં આત્મરામ ભીડેની પુત્રી તરીકે સોનુના પાત્રમાં જોવા મળતી નિધિ ભાનુશાલીએ સીરિયલ છોડવાનું મન બનાવી લીધું છે.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ, સોનુએ પણ આ સીરિયલ છોડવાનું વિચાર્યું છે. સોનુ સ્ટડી માટે સીરિયલ છોડી રહી છે. તે મુંબઇની મીઠીબાઇ કોલેજમાંથી બીએ કરી રહી છે અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. જેના કારણે પ્રોડક્શન પણ તેને અભ્યાસ માટે વધુ સમય આપે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -